અમદાવાદ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એ.એમ.સી. સીતારામ મઢુલી સ્ટોર્મવોટર પંપીગ સ્ટેશન, સુભાષ સ્કુલની બાજુમાં ઠકકરનગર રોડ તથા રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરેલીયા એસ્ટેટ પંપીગ સ્ટેશન પરથી થ્રી ફેઝ કેબલને અલગ અલગ સમયે કંટીગ કરી ચોરી કરનાર ઇસમોને ચોરી કરેલ થ્રી ફેઝના કેબલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ ચોરી થઇ શકે તેવી જગ્યાની સૌપ્રથમ રેકી કરતા અને રાતનાં સમયે પોતાના કબજાની ઓટોરીક્ષા લઇ ઓટોરીક્ષા દૂર ઉભી રાખી સબમર્શીબલ પમ્પ સાથે લાગેલ થ્રી ફેઝના કેબલને કટર વડે કટ કરી ચોરી કરતા આવતા હતા. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦ ૧૩૨૫૦૩૪૨/૨૦૨૫ ધી બી.એન.એસ. કલમ ૩૦૫ મુજબ (૧) મેહુલ ઉર્ફે બટકો સ/ઓફ રતીલાલ વાલજીભાઈ વાઘેલા ઉ.વ.૨૨ રહે. જાંફળવાડી, કેનાલ ઉપરના છાપરા, રામોલ, અમદાવાદ શહેર મો.નં.૯૬૬૬૯૭૭૯૨૫
(૨) પ્રેમભાઇ સ/ઓફ પ્રવીણભાઈ નથ્થુમગન ડંઢાયા (દેવીપુજક )ઉ.વ.૧૯ રહે.મ.નં.૨, નિતીનગર સોસાયટી, અમરાઇવાડી પોલીસ લાઇનની સામે, પોસ્ટ ઓફીસ, અમરાઇવાડી, અમદાવાદ શહેર તથા
(૩) સતીષ સ/ઓફ રમણભાઇ દશરથભાઇ દંતાણી ઉ.વ.૧૯ રહે.હનુમાનગર વિભાગ-૨, સી.ટી.એમ. બ્રીજ પાસે, ખોખરા, અમદાવાદ શહેર
(૪) વિશાલ સ/ઓફ જગદીશભાઇ ભુટ્ટાભાઇ દંતાણી ઉ.વ.૨૩ રહે.મ.નં.૮/૧, પંચ રત્ન ઔડાના મકાન, વસ્ત્રાલ, અમદાવાદ શહેર ખાતે વસવાટ કરતા હતા. વધુમાં
કબજે કરેલ મુદ્દામાલમાં ૧૧૫ મીટર થ્રી ફેઝ કેબલ કિ.રૂ.૧,૩૨,૦૦૦/- તથા ઓટો રિક્ષાની કિ. રૂ. ૭૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૦૨,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ.
આરોપી મેહુલ ઉર્ફે બટકાનો ગુનાહીત ઇતિહાસ
(૧) ખોખરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૨૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ વિગેરે મુજબ
(૨) રાણીપ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૫૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૧૮૮ મુજબ
આરોપી સતીષનો ગુનાહીત ઇતિહાસ
(૧) રામોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૯૦૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૨૯૪(ખ), ૩૨૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ
(૨) ખોખરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૩૨૫૦૧૮૦/૨૦૨૫ જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ છે.