Sun. Apr 19th, 2026
    ભદ્રમાં દબાણો દૂર કરવા એક વર્ષથી અપાતી સૂચના ! છતાં દબાણો જૈસે થે ની સ્થિતિમાં ! છેવટે અધિકારી સામે ઠપકા દરખાસ્ત રજૂ..!
    Views 237

    મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની કાર્યપદ્ધતિની

    પોલ ખુલી…!

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…

    અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ગે.કા. દબાણો, ગે.કા. બાધકામો અને રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ શરત ભંગ કરી પરિપૂર્ણ થતાં બાધકામો સામે અનેક રજૂઆતો, ફરિયાદો કરવા છતાં કાયદાનો અમલ થતો ન હોવાના અનેક અહેવાલ જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે.

    મળેલી માહિતી મુજબ મધ્ય ઝોનમાં ભદ્ર પરિસરમાં વર્ષો થી થઇ રહેલા દબાણો મામલે ટી.પી. કમિટીમાં વારંવાર ફરિયાદો થઈ હતી, અને કાયમી દબાણો દૂર કરવા માટે આદેશો પણ આપવામાં આવ્યા હતા, તેમ છતાં નક્કર પગલાં ન લેવાતાં આખરે કમિટીએ મધ્ય ઝોનના ડે. ટી. ડી.ઓ. સામે ઠપકા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કહેવાય છે કે મ્યું. ના ઈતિહાસ માં ૧૪ વર્ષમાં આ પ્રકારે કોઈ અધિકારી સામે પ્રથમ વખત પગલાં લેવામાં આવ્યા છે.

    કમિટી દ્વારા દબાણો દૂર કરવા માટે એસ.આર.પી. ફાળવવામાં આવે, ૭ ઝોનમાં વહેંચીને સંબંધિત વિસ્તાર પૂરતી અન્ય ઝોનમાંથી એક દબાણ ગાડી સતત પેટ્રોલિંગ કરાવવા માટે પણ વ્યવસ્થા આપવામાં આવી આમ સતત એક મહિના સુધી આ સુવિધા આપવામાં આવી તેમ છતાં… જો કાયદાનો અમલ જવાબદાર અધિકારીઓ ના કરે તો અધિકારીઓને ફરજનું ભાન કરાવવું હવે જરૂરી બન્યું હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

    ભદ્ર ના દબાણો મામલે કમિટી ની બેઠકમાં ડે. મ્યુ. કમિશનરે પણ અધિકારી સામે કમિટીને યોગ્ય લાગે તે પગલાં લેવા જણાવી દેતા અધિકારી સામે કમિટી દ્વારા ઠપકા દરખાસ્ત રજૂ કરી છે જે દરખાસ્ત સ્ટે. કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.. હવે એ જોવું રહ્યું કે આ સ્ટે. કમિટી કેવા પ્રકારનો નિર્ણય લે છે તે જોવાનું રહ્યું…

    મધ્ય ઝોનના કોટ વિસ્તારમાં રેસીડેન્સીની જગ્યાએ ગે.કા. કોમર્શિયલ કોમ્પલેક્ષો, દુકાનોના ગે.કા. બાધકામોને દુર કરવા અંગે ૨૬૦(૨) મુજબની જે નોટિસો આપેલ છે તે આપેલ નોટિસોની ક્રમાનુસાર ખાતાકીય અમલની કામગીરીમાં ચોક્કસ નીતિનો અમલ થતો ન હોવાનું ધ્યાને આવેલ છે જેથી કમિટી દ્વારા કાયદાનો અમલ થાય તેવા આદેશ આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે.. ત્યારે હવે કમિટી આ અંગે કેવા અને ક્યારે આદેશ આપે છે તે જોવાનું રહ્યું..

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *