Mon. Mar 9th, 2026
    મધ્ય ઝોન જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની તથા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ…
    Views 228

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ, તા. ૧૭-૦૪-૨૫

    જમાલપુરમા ગાયકવાડ હવેલી રોડ, રાયખડ ખાતે આવેલ સ્કીમ પ્રકારનું રેસીડેન્શીયલ બાંધકામને અ.મ્યુ.કોર્પો. દ્વારા જી.પી.એમ.સી. એક્ટ ૨૬૭, ૨૬૦(૧) તથા ૨૬૦(૨) ની નોટીસ બજાવેલ બજાવેલ તેમ છતા સ્વેચ્છાએ દુર ન કરતા તા.૧૬.૦૪.૨૦૨૫ ના રોજ દબાણ સ્ટાફ, બ્રેકર મશીન, ગેસ કટર, દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદ દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ની મદદ સાથે ખાતાકીય અમલ કરી સદર બિન-પરવાનગીનું બાંધકામ તોડી પડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

    સાથે સાથે મધ્ય ઝોન હદ વિસ્તારમાં જમાલપુર ફૂલ બજાર, જમાલપુર શાકમાર્કેટ, સરદાર બ્રિજ, રાયપુર દરવાજા, ત્રણ દરવાજા, ભદ્ર પરિસર, જિલ્લા પંચાયત, નેહરુ બ્રીજ, પાનકોરનાકા, માણેકચોક, કાલુપુર ફ્રુટ માર્કેટ, સારંગપુર સર્કલ, જગન્નાથ મંદિર રોડમાંથી ફૂટપાથ તથા મુખ્ય રોડ પરના દબાણો દબાણ સ્ટાફ તથા દબાણ ગાડી દ્વારા દુર કરી લારી, તથા અન્ય સામાન સહિત કુલ ૫૮ નંગ જેટલો સામાન જપ્ત કરેલ છે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *