Tue. Apr 21st, 2026
    મકાન નં. ૮૨, દેરાસર વાળો ખાચો, ઘાંચીની પોળ, ખાડિયા ખાતેના ગે.કા. કોમ્પલેક્ષમાં નિયમ વિરુદ્ધ ભોંયરું બનાવતા હોવાની જાગૃત નાગરિકે કરેલી બુમરાડ ?
    Views 188

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા, તા. ૧૫-૦૪-૨૦૨૫.

    જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ચાલતી ગેરરીતીઓ બાબતના અનેક અહેવાલો પ્રસિદ્ધ કરી ડે. એસ્ટેટ ઓફિસરને લેખિત અને મૌખિક રજૂઆતો કરી માહિતગાર કરેલ છે. પરંતુ યેનકેન પ્રકારે નીતનવા બહાના બતાવી કાયદાનો અમલ કરતા ન હોવાનું ધ્યાને આવેલ છે.

    હવે વાત કરીએ ખાડિયા વિસ્તારમાં વર્ષોથી ગે.કા. બાધકામ અને રેસીડેન્સી મકાનની રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ હેતુફેર કરી કોમર્શિયલ વપરાશ કરતા અનેક એકમો રેકર્ડ ઉપર ધમધમતા હોવાનું સ્પષ્ટ ચિત્ર હોવા છતાં ભ્રષ્ટાચાર કરતા રાજકીય નેતાઓ અને બની બેઠેલા રાજકીય બિલ્ડરો દ્વારા ઉભી થયેલ ગે.કા. ઇમારતો અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે જાગૃત નાગરિકો અને પત્રકારો ઉપર આક્ષેપો થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે…

    મકાન નં. ૮૨, દેરાસર વાળા ખાંચામાં, ઘાંચીની પોળ ખાતેના ગે.કા. કોમ્પલેક્ષને તંત્ર દ્વારા ૨૬૦ મુજબની તમામ નોટિસો આપેલ છે, સીલ મારેલ છે, જે સીલ તોડી બિન્દાસ હાલમાં ભોંયરું બનાવવાની કામગીરી ચાલુ હોવાનું ફોટોગ્રાફ ઉપરથી જણાઈ આવે છે જેની જાણ જાગૃત નાગરિકને છે તો શું વોર્ડ ઇન્સ્પેકટરને નઈ હોય ?

    ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર ખાડિયામાં ચાલતી અનેક હલચલથી વાકેફ હોય છે પરંતુ લાલચને કારણે ફરજ પ્રત્યેનું ભાન ભુલતા હોવાનું ઉચ્ચ અધિકારીઓ જાણતા હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ના ધરાય તો ચોક્કસ ગે.કા. બાધકામો ઊભા થવાના જ છે, અને પછી દોષારોપણ જાગૃત નાગરિકો અને પત્રકારો ઉપર કરતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

    ખેર ભ્રષ્ટાચાર બાબતે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં આવું તો વર્ષો થી ચાલે છે કારણકે ભ્રષ્ટાચાર નીચે થી છેક ઉપર સુધી ઉધઈની માફક પ્રસરેલ હોવાથી નાગરિકો ગમે તેટલી ફરિયાદો કરે પરંતુ આ જાડી ચામડીના ભ્રષ્ટ અધિકારીઓ ના પેટનું પાણી હલતું ન હોવાનો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે.

    હવે એ જોવાનું રહ્યું કે આ ઘાંચીની પોળના કોમ્પલેક્ષ વિરુદ્ધ ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી ડે. એસ્ટેટ ઓફિસર કરે છે તે જોવું રહ્યું ?

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *