Tue. Apr 21st, 2026
    ગોધરાના નાયબ મામલતદાર (ઈ ધારા) એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.
    Views 234

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકરી ગયો છે કે સરકારી બાબુઓને કાયદાનો જરાય ભય ન હોવાની હકીકત સામે આવી છે. ગોધરાના નાયબ મામલતદાર ઈ ધારા અને તેમના પટાવાળા દ્વારા જમીનમાં વધારાના નામો હોવાથી કુટુંબીક હક્ક કમી કરવા માટે એક લાખ રૂપિયાની લાંચ નાલંદા સ્કૂલ પાસે, પોદ્દાર સ્કૂલના કમ્પાઉન્ડમાં ગોધરા ખાતે તા. ૦૯-૦૪-૨૫ ના રોજ એસીબી ટ્રેપ અધિકારી મહીસાગર પી.આઇ. એમ.એમ. તેજોત ના હાથે ઝડપાયા…

    બનાવની વિગત એવી છે કે આરોપી:-(૧) મોહમંદનઇમ મોહમંદસાદીક રાણાવડીયા ઉ.વ.૩૪ નાયબ મામલતદાર ઇ-ધરા, મામલતદાર કચેરી ગોધરા ગ્રામ્ય ( હાલ પ્રતિનીયુક્તી થી પ્રાંત કચેરી ગોધરા ખાતે) , ગોધરા જી.પંચમહાલ વર્ગ – ૩ હાલ રહે.૨૭/એ મન્સુરી સોસાયટી ગોધરા , મુળ રહે. ગુલઝાર ફળી , મોટી વ્હોરવાડ તા.હિંમતનગર જી.સાબરકાઠા અને
    (ર) ગણપતભાઇ કાન્તીભાઇ પટેલ ઉવ.૩૦ આઉટસોર્સ પટ્ટાવાળા પ્રાન્ત કચેરી, આર.ટી.એસ. શાખા ગોધરા જી.પંચમહાલ હાલ રહે. ગદુકપુર તા.ગોધરા જી.પંચમહાલનાઓ વિરુદ્ધ એસીબી માં ફરિયાદ કરેલ હતી..

    ફરીયાદીએ તેઓના ભાગીદારના નામે જમીન ખરીદેલ જે જમીનમાં વધારાના નામો હોવાથી કુંટુબીક હક્ક કમી કરવા માટે મામલતદાર કચેરી ગોધરા ખાતે ઇ ધરા શાખામાં કાચી નોંધ પાડવામાં આવેલ જે નોંધ પડતા જમીનના સાતબાર આઠ અ માના એક ખાતેદારે વાંધા અરજી કરેલ જેથી મામલતદાર કચેરી ગોધરા ખાતેથી પ્રાંત કચેરી ગોધરા ખાતે મોકલતા પ્રાંત કચેરી ગોધરા ખાતેથી જમીનના માલિકને નોટીસ મોકલતા ફરીયાદીએ પ્રાંત કચેરી ખાતેથી આવેલ નોટીસનો જવાબ રજુ કરેલ બાદ ફરીયાદી આ કામના આરોપી નં. ૧ ને મળતા આરોપીએ સૌ પ્રથમ ફરીયાદી પાાસે રૂપિયા ૨,૫૦,૦૦૦/- ની માંગણી કરેલ રકઝકના અંતે રૂપિયા ૧,૦૦,૦૦૦/- આપવાનો વાયદો થયેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં. ૧ નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦/-ની લાંચના નાણાં આરોપી નં. ૨ નાઓએ પંચ-૧ ની હાજરીમા સ્વીકારી લાંચના નાણા સ્વીકાર્યા અંગે આરોપી નં. ૧ નાએ આરોપી નં. ૨ સાથે વાતચીત કરી પકડાઇ જઇ ગુનો કરેલ હોવાથી એસીબી ના અધિકારીએ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે…

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *