Wed. Apr 15th, 2026
    મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ નીંદરમાંથી જાગતા દાંડીગરાની પોળ, કાલુપુર ખાતેનું મસમોટું રેસીડેન્સી પ્રકારનું ગે.કા. બાધકામ દૂર કરાયું…
    Views 177

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ મહાનગર પાલિકાના ઈલેક્શન વોર્ડ (૨૮) ખાડિયા ગામતળ:- કાલુપુર-૧ સીટીસર્વે નંબર:- ૩૯૧૫, દાંડીગરા ની પોળ, કુત્બી મોહલ્લો, કાલુપુર, ખાડિયા અમદાવાદમાં માલિક/કબ્જેદાર-શ્રી રંગવાલા હુસેન ઈસ્માઈલભાઈ તથા અન્ય વ્યકિતીઓ દ્વારા, ગ્રાઉન્ડ ફ્લોર થી સેકેંડ ફ્લોર સુધીના બિન-પરવાનગીએ કરેલ આશરે ૩૨૩૦ ચો.ફુટ નું સ્કીમ પ્રકારનું રેસીડેન્શીયલ બિન પરવાનગી નું બાંધકામને અ.મ્યુ.કોર્પો. દ્વારા જી.પી.એમ.સી. એક્ટ ૨૬૭, ૨૬૦(૧) તથા ૨૬૦(૨) ની નોટીસ બજાવેલ અને ૨૮.૦૨.૨૦૨૫ તથા ૨૧.૦૩.૨૦૨૫ ના રોજ સીલ કરવામાં આવેલ તેમ છતા સ્વેચ્છાએ દુર ન કરતા તા.૦૨.૦૪.૨૦૨૫ ના રોજ દબાણ સ્ટાફ, બ્રેકર મશીન, ગેસ કટર, દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદ દ્વારા કાલુપુર પોલીસ સ્ટેશનની મદદ સાથે ખાતાકીય અમલ કરી સદર બિન-પરવાનગીનું બાંધકામ તોડી પાડવામાં આવેલ છે.

    મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ખાડિયા વોર્ડમાં બીજા અનેક ગે.કા. બાધકામો અને રેસીડેન્સી ની મંજુરી મેળવી હેતુફેર કરી કોમર્શિયલ વપરાશ કરી, કાયદાનો ભંગ કરેલ અનેક બધકામો કાર્યરત હોવાથી આવા નિયમ વિરુદ્ધના તમામ બાધકામો સામે પણ કાર્યવાહી કરી કાયદાનો અમલ કરાય, તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે…

    Happy
    Happy
    50 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    50 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *