Mon. Jan 19th, 2026
    અમદાવાદ મહાનગર પાલિકામાં આઉટ સોર્સિંગ થી કામ કરતા કામદારોની હાજરી ૩૧૧ એપ્લિકેશન જેવી બીજી અન્ય ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી હાજરી પૂરવામાં આવે ! તો કરોડો રૂપિયાનો થતો ભ્રષ્ટાચાર અટકે ! જાગૃત નાગરિકો
    Views 126

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૨૯-૦૩-૨૫

    અમદાવાદ મહાનગર પાલિકાના તમામ ઝોનોમાં મંડળીઓ પાસે કોટેશનથી સફાઈની કામગીરી આઉટ સોર્સિંગ કામદારો દ્વારા કરાવવામાં આવે છે, જે કામગીરીના કરોડો રૂપિયા મહેનતાણા રૂપે ચૂકવવામાં આવે છે.

    જન સમૃદ્ધિ ન્યુઝ ને મળેલી માહિતી મુજબ મોટાભાગની મંડળીઓને કામગીરી કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવે છે આ વર્ક ઓર્ડરમાં વધુ કામદારોની સંખ્યા દર્શાવી… સ્થળ ઉપર ઓછા કામદારો દ્વારા કામ કરાવી.. બાકીના ભૂતિયા કામદારોની હાજરી બતાવી.. કોર્પોરેશન ના લાખો અને કરોડો રૂપિયા ઘર ભેગા કરી રહ્યા છે ! જે અંગેની જાણ ઝોનના ઉચ્ચ અધિકારીઓને હોવા છતાં ચોક્કસ પોલિસી અંગેની રજૂઆત ઉચ્ચ અધિકારીઓને કરી રહ્યા ન હોવાની ચર્ચાઓ ચર્ચાઈ રહી છે.

    જન સમૃદ્ધિ ન્યૂઝના માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ધ્યાન દોરવાનું કે અમદાવાદ મહાનગર પાલિકામાં જો વર્ગ ૨ અને ૩ના કર્મચારીઓ ફરજ ઉપર આવે ત્યારે અને ફરજ ઉપરનો સમય પૂર્ણ થયા પછી, જતી વખતે જો બાયોમેટ્રિક મશીનથી હાજરી પુરાવી રહ્યા હોય.. તો પછી આઉટસોર્સિંગ થી કામ કરતાં કામદારોને ઈલેક્ટ્રોનિક સાધનોથી હાજરી બાબતે નજર અંદાજ શા માટે કરવામાં આવી રહ્યો છે ? તેની તપાસ હાથ ધરાય તે ખૂબ જ જરૂરી છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત મંડળીઓને આઉટ સોર્સિંગથી જે કામગીરી સોંપવામાં આવે છે, તે કામગીરી કરતા કામદારોની હાજરી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી એટલે કે કામગીરી શરૂ કર્યાનો સમય અને કામગીરી પૂર્ણ થયાનો સમય ચોક્કસ આધાર પુરાવાઓ રજૂ થયા પછી જ… જો બિલની ચુકવણી કરવામાં આવે, તો ખ્યાલ આવશે કે ખરેખર કેટલા કામદારોએ કામગીરી કરી છે ? અને આ કામગીરી કરવા માટે ખરેખર કેટલા કામદારોની જરૂર છે ? તેનો ચોક્કસ ખ્યાલ આવશે અને મંડળો દ્વારા જે ગેરરીતીઓ થઈ રહી છે તેના ઉપર ચોક્કસ અંકુશ આવશે અને પ્રજાના ટેક્સના પૈસાનો જે દૂર ઉપયોગ થઈ રહ્યો છે તે કદાચ અટકશે…!

    અમદાવાદ મહાનગર પાલિકામાં મંડળીઓ દ્વારા થતી આઉટસોર્સિંગની કામગીરીમાં ચાલતી ગેરરીતિઓનો ફોટોગ્રાફી સાથે નો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *