Tue. Apr 29th, 2025
    Worldwide Views 20
    0 0

    જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ઘાટલોડીયા વોર્ડમાં રન્નાપાર્કથી પ્રભાતચોકથી ડમરું સર્કલથી કારગીલ પેટ્રોપ પંપ થઇ હાઇકોર્ટ થઈ ગોતા ચાર રસ્તા તેમજ પકવાનથી જજીસ બંગલો થઇ માનસી સર્કલ, વસ્ત્રાપુર તળાવ ફરતે, બોપલ બીઆરટીએસ સુધીના રોડ પર ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે હેતુસર જાહેર રસ્તા ઉપર બિનઅધિકૃત પાર્ક કરેલ વાહનોને લોક કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૩-વાહનોને લોક કરવામાં આવેલ છે. તેમજ તમામ વાહન ચાલકો ને જાહેર રસ્તા ઉપર વાહન પાર્ક ન કરવા સૂચન કરેલ છે તેમજ સંબંધિત બિલ્ડિંગમાં સૂચિત કરેલ પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવા સમજૂત કરવામાં આવેલ છે. (૧) છત વાળી લારી-૬ (૨) સાદી લારી-૩ (૩) પ્લાસ્ટિકના સ્ટુલ-૧૧, (૪) ટેબલ-૬, (૫) લોખંડની એંગલો/લાકડાની વળીયો-૨૪ (૬) તાડ પતરી-૧૧ (૭) જાહેરાતના બોર્ડ-૨૧ (૮) બેનર-પતાકા-૨૭, (૯) ખુરશી-૪, (૧૦) પરચુરણ સામાન-૧૦૩ ગોડાઉનમાં જમા કરવામાં આવેલ છે અને વહીવટી ચાર્જ રૂ.૧૨,૦૦૦/- જમા લીધેલ છે.

    ત્યારબાદ ઈલે. વોર્ડ ગોતામાં,
    ટી.પી.સ્કીમ નં.૫૫ (ઓગણજ)ના ફા.પ્લોટ નં.૨૪૨માં આવેલ શંકેન્થમ લેક વ્યુની સામે, બળીયાદેવ મંદિરની પાછળ, ગોતા ખાતે આવેલ ગેરકાયદેસર બાંધકામને સીશેડ નં.CSHED/2025/NWZ/૦૩૦૬ થી નોટીસ આપેલ, જેને આજ રોજ એસ્ટેટ/ટી.ડી.ઓના સ્ટાફ દ્વારા S.R.P.ની મદદ લઈ ખાતાકીય અમલ કરી સ્થળેથી કુલ ૩૨ યુનિટના કોમર્શીયલ શેડ પ્રકારના ૪૨૦૦.૦૦ ચો.મી ક્ષેત્રફળના બાંધકામને દૂર કરેલ છે.

    અને ટી.પી.સ્કીમ નં.૫૫ (ઓગણજ)ના ફા.પ્લોટ નં.૭૮માં આવેલ જય અંબે પાર્લરની પાસે, ગોતા-ઓગણજ રોડ, ગોતા ખાતે આવેલ ગેરકાયદેસર બાંધકામને સીશેડ નં.CSHED/2025/NWZ/૦૦૯૦ થી નોટીસ આપેલ, જેને આજ રોજ એસ્ટેટ/ટી.ડી.ઓના સ્ટાફ દ્વારા S.R.P.ની મદદ લઈ ખાતાકીય અમલ કરી સ્થળેથી કુલ ૦૯ યુનિટના કોમર્શીયલ શેડ પ્રકારના ૨૩૦૦.૦૦ ચો.મી ક્ષેત્રફળના બાંધકામને દૂર કરેલ છે.

    અને ઈલેકશન વોર્ડ બોડકદેવમાં આવેલ રાજયસ રોઇસ નામની ઓન ગોઇંગ કન્સ્ટ્રકશન સાઈટ પરથી પર્યાવરણની જાળવણી અંગે પુરતા પગલાં જેવા કે, ગ્રીન નેટ તથા સેફટી નેટ તેમજ બેરીકેટ ન હોવાના અને રોડ ઉપર બિલ્ડીંગ મટીરીયલ મૂકી દબાણ કરેલ હોવાના સંદર્ભે તથા રોડના ફૂટપાથને નુકસાન કરવાના સંદર્ભે આપેલ નોટીસ અંતર્ગત રૂ.૧,૫૦,૦૦૦/- વહીવટી ચાર્જ રૂપે દંડ પેટે વસુલવામાં આવેલ છે.

    તેમજ ઈલેકશન વોર્ડ બોડકદેવમાં આવેલ જયનમ ડેવલોપર્સ નામની ઓન ગોઇંગ કન્સ્ટ્રકશન સાઈટ પરથી પર્યાવરણની જાળવણી અંગે પુરતા પગલાં જેવા કે, ગ્રીન નેટ તથા સેફટી નેટ તેમજ બેરીકેટ ન હોવાના અને રોડ ઉપર બિલ્ડીંગ મટીરીયલ મૂકી દબાણ કરેલ હોવાના સંદર્ભે તથા રોડના ફૂટપાથને નુકસાન કરવાના સંદર્ભે આપેલ નોટીસ અંતર્ગત રૂ.૫૦,૦૦૦/- વહીવટી ચાર્જ રૂપે દંડ પેટે વસુલવામાં આવેલ છે.

    આમ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં જાહેર રસ્તા, ફૂટપાથ ઉપર ટ્રાફિકને અડચણ થાય તે રીતે પાર્ક કરેલા વાહનો, દબાણ અને બિનઅધિકૃત જાહેરાત દુર કરવાની કાર્યવાહીના ભાગ રૂપે કુલ રૂ.૨,૧૨,૦૦૦/- ચાર્જ રૂપે દંડ પેટે વસુલવામાં આવેલ છે.

    આમ, આગામી દિવસોમાં બિન-પરવાનગીએ બનેલા બાંધકામો/ ટી.પી.રસ્તા/ ફૂટપાથ પરના દબાણો/ પાર્કિંગની જગ્યામાં તથા મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં થયેલ દબાણો/ દૂર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા દબાણ અને ગે.કા. બાધકામો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ..

    Leave a Reply

    You missed