

જન સમૃદ્ધિ ન્યૂઝ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા….
અમદાવાદ મહાનગર પાલિકામાં મધ્ય ઝોનમાં ડ્રેનેજ લાઇનમાં ડી-સિલ્ટિંગ કરવા અંગેની કામગીરી ટેન્ડર દ્વારા કોન્ટ્રાકટરને સોંપવામાં આવી છે.
આ કોન્ટ્રાક્ટર દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનનો તેમજ ટેન્ડરની શરતોનો ભંગ કરી.. કામ કરનાર કામદારને કોઈ પણ જાતના સેફ્ટી સાધનો પહેરાવ્યા વિના ગટરમાં કામગીરી કરવા ઉતારેલ હોવાનો વિડિયો જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામેલ છે.. જેની રજૂઆત ઇજનેર વિભાગમાં કરેલ હોવાથી ઇજનેર વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને ફક્ત નોટિસ આપેલ હોવાનું જાણવા મળેલ છે.
આ કોન્ટ્રાક્ટરને શા માટે ફક્ત નોટિસ જ આપવામાં આવી ?
કોન્ટ્રાક્ટરને શરત ભંગ બદલ શા માટે કરાર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં ના આવી ?
શું કોન્ટ્રાક્ટર મોટી વગ ધરાવે છે માટે કાયદાનો અમલ કરવામાં આવતો નથી ?
કોણ છે આ કોન્ટ્રાકટર ? જેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…