Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા હોળી ના તહેવારની હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી…

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

પરંપરાનું પ્રાગટય એટલે હોળી…તહેવાર એક પરંતુ રંગ અનેક… હોલીકા દહન…. ધુલીકા વંદના…ધૂળેટીનું પર્વ એટલે મોજ મસ્‍તીનું પર્વ…

આ મોજ મસ્તીના પર્વના દિવસે અમદાવાદ શહેર પત્રકાર એકતા પરિષદની ટીમ દ્વારા હોળીના પાવન દિવસે સૌ મિત્રો એક બીજાને ત્યાં જઈ.. ભેગા થઈને.. સૌ સાથે મળીને એક બીજાની ઉપર
ગુલાલ ઉડાડી.. હોળીના આ તહેવારની આનંદ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમના પ્રમુખશ્રી હસમુખ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ,
ઉપપ્રમુખ ગૌતમ બારોટ, મહામંત્રી ચિરાગ શાહ, કારોબારી સભ્યો કાજલ નાગવાડીયા, મન ધોળકિયા, કિર્તીબેન રાઠોડ, દક્ષાબેન આહીર, હિતેન્દ્રભાઈ ડોડીયા, મીનાક્ષીબેન પ્રજાપતિ, પ્રભુભાઇ ગુપ્તાજી, મનીષભાઈ, રિદ્ધિ આહિર, રાહુલ આહિર, રીન્કુભાઈ સોની, જાગૃતિબેન સોની સૌં સાથે મળીને સૌ એ એકબીજાને હોળીની શુભ કામના પાઠવી હતી.. સાથે જણાવેલ કે સૌ પત્રકાર મિત્રો પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગમાં હોમી દઈ.. પોતાના મન નિર્મળ કરે અને એકમેક થઈ સૌ મિત્રો આગળ વધે.. તેવી આશા સાથે સૌ પત્રકારોને હોળીના આ પાવન દિવસે હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.


પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા હોળી ના તહેવારની હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી…