Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

માધુપુરા વિસ્તારમાં ગે.કા. દબાણો અને ગે કા. બાધકામો દૂર કરવામાં વ્હાલા દવલાની નીતિ…! જાગૃત નાગરિકો…

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

માધુપુરા બજારમાં ઠેર ઠેર ગે.કા. દબાણોના ત્રાસ થી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કાયદાનો અમલ કરતા ન હોવાનું જણાવતા જન સમૃદ્ધિ ન્યૂઝને અહેવાલ પ્રસિદ્ધ કરવાની ફરજ પડેલ છે.

(૧) મહાજનના દવાખાના સામે જલારામ ઢોસા, ઈડલી, વડા, ઉત્તાપમની લારી… (૨) ચામુંડા ટી. સ્ટોલ – ફૂટપાથ ઉપર ગે.કા. પતરાનો શેડ (૩) રાજસ્થાન દાલ-બાટી કે જે ફૂટપાથ ઉપર ગે.કા. લારી રૂપી દબાણ કરી રહ્યા હોવા છતાં શાહીબાગ વોર્ડ ઇન્સ્પેક્ટર અને દબાણ વિભાગના કર્મચારીઓ કાયદાનો અમલ વર્ષોથી કરતા ન હોવાની માહિતી મળેલ છે.

કહેવાય છે કે આ ગે.કા. જાહેર રોડ અને ફૂટપાથ ઉપરના શેડ અને લારી પ્રકારના દબાણો દૂર નહીં થાય તેવી શેડ અને લારીના માલિકોને સ્થાનિક રાજકીય નેતાઓ હૈયા ધારણા આપી, શેડ અને લારીના મસમોટા ભાડારૂપી હપ્તા રાજકીય નેતાઓ લઈ રહ્યા હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે….!

શાહીબાગ વોર્ડ ઇન્સ્પેક્ટર માધુપુરાના આ શેડ અને લારીરૂપી ગેરકાયદેસર દબાણને કાયમી ધોરણે દૂર કરવાના આદેશ ડે. એસ્ટેટ ઓફિસર દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે.


માધુપુરા વિસ્તારમાં ગે.કા. દબાણો અને ગે કા. બાધકામો દૂર કરવામાં વ્હાલા દવલાની નીતિ…! જાગૃત નાગરિકો…