
ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન ધરમસિહભાઈ દેસાઈએ જાહેર કરેલ અંદાજપત્ર.


અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસ, શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલ અને શેઠ મા. જે. પુસ્તકાલય નું વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિનેશ દાણી.
શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય
શેઠ મા.જે. પુસ્તકાલયનું રૂા.રર કરોડ ૭૬ લાખ ૭૫ હજારનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલ છે.
શેઠ મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ દ્વારા રૂા.ર કરોડ ૭૧ લાખના નવીન આયોજનો તેમાં સામેલ કરેલ છે.
શેઠ મા.જે. પુસ્તકાલયને વાતાનુકૂલિત બનાવવા માટે રૂા. ૧ કરોડ ૩૦ લાખનું આયોજન.
- શેઠ મા.જે. પુસ્તકાલયમાં રીનોવેશન, રંગરોગાન તેમજ ફર્નિચર બનાવવા માટે રૂા. ૭૫ લાખનું આયોજન.
શાખા પુસ્તકાલયોને વાઈ-ફાઈથી સજ્જ કરવા માટે રૂા. ૧૫ લાખનું આયોજન.
સાહિત્યપ્રેમી નગરજનો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવા રૂા.૨૧.૦૦ લાખનું આયોજન.
- શેઠ મા.જે. પુસ્તકાલયમાં માન. મેયરશ્રી પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલશ્રી ડો. બિપીન મોદીએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂા.૨૦ કરોડ ૦૫ લાખ ૭૫ હજારના રજૂ કરેલ ડ્રાફટ અંદાજપત્રમાં શેઠ મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના સભ્યશ્રીઓ દ્વારા અમદાવાદ મહાનગરના વિદ્યાર્થીઓ તેમજ સાહિત્યપ્રેમી કલારસિકોને ઉપયોગી થવાના હેતુથી રૂા.ર કરોડ ૭૧ લાખના નવીન આયોજનો સામેલ કરી રૂા.રર કરોડ ૭૬ લાખ ૭૫ હજારનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલ છે.
શેઠ મા. જે. પુસ્તકાલયના અંદાજપત્રની માહિતી આપતા માન. મેયરશ્રીએ જણાવ્યું હતું કે, સમયની માંગ અનુસાર પરિવર્તનની જરૂરિયાતને સંતોષવા માટે શેઠ મા.જે. પુસ્તકાલયને વાતાનુકૂલિત બનાવવા માટે રૂા.૧ કરોડ ૩૦ લાખની અને તેમાં જરૂરી રીનોવેશન, રંગરોગાન તેમજ ફર્નિચર વસાવવા માટે રૂા.૭૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયના પરિસરમાં વિદ્યાર્થીઓને નાસ્તા / ભોજન માટે હેરિટેજ પ્રકારની બેઠક વ્યવસ્થા (ગઝેબો) કરવા માટે રૂા. ૧૦ લાખનું આયોજન કરવામાં આવેલ છે.
શેઠ મા.જે. પુસ્તકાલય સંલગ્ન શાખા પુસ્તકાલય-વાસણામાં સિવીલ વર્ક, રીનોવેશન તેમજ રંગરોગાન કરાવવા માટે રૂા. ૨૦ લાખની અને વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈ ૦૫ શાખા પુસ્તકાલયોને વાઈ-ફાઈથી સજ્જ કરવા માટે રૂા. ૧૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયના ગૌરવવંતા પૂર્વ સભાસદો / વાચકોનું બહુમાન કરવા માટે રૂા.૦૫ લાખનું આયોજન કરવામાં આવેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયનું લોકાર્પણ જેમના વરદ્દહસ્તે થયેલ છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકલ્પો પૂર્ણ કરવા માટે રૂા.૦૫ લાખનું આયોજન કરવામાં આવેલ છે. જન્મે પરદેશી હોવા છતાં ગુજરાતી ભાષાને માતૃભાષા જેવું ગૌરવ બક્ષનાર અને જેને સવાઈ ગુજરાતી સાહિત્યકારની ઉપમા આપવામાં આવેલ છે તેવા જીવનપ્રબોધક નિબંધકાર ‘ફાધર વાલેસ’ની જન્મશતાબ્દી નિમિત્તે કાર્યક્રમ કરવાનું આયોજન કરવા માટે રૂા.૦૨ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. સુપ્રસિધ્ધ સંગીતકારોના ગીતોને અમરત્વ બક્ષનાર ભારતીય પાર્શ્વગાયક ‘મહંમદ રફી’ના જીવન-કવન અને સંગીતસાધનાથી પરિચિત થવાય તેવા હેતુથી તેમની જન્મશતાબ્દી નિમિત્તે કાર્યક્રમ કરવા માટે રૂા.૦૩ લાખનું આયોજન કરવામાં આવેલ છે.
મહિલા સશક્તિકરણના કારણે તંદુરસ્ત સમાજનું નિર્માણ શક્ય બન્યું છે. શેઠ મા.જે. પુસ્તકાલયમાં આવતી બહેનો અને વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય વિષયક જાગૃતતા આવે તેમજ સરકારશ્રી દ્વારા નિયત કરેલ યોજનાઓથી મહિલાઓ લાભાન્વિત થઈ શકે તે માટે મહિલા સશક્તિકરણ અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે રૂા.૦ર લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ભગવાને જેમને દિવ્યતા અર્પેલ છે તેવા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની અંદર અપાર કુદરતી શક્તિઓનો સંચાર રહેલો હોય છે. પોતાની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવી શકે તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરુ પાડવાના ઉમદા આશયથી શેઠ મા. જે. પુસ્તકાલયમાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવા માટે રૂા.૦૨ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ‘ડિજિટલ એરેસ્ટ’ એક સાઈબર ગુનો છે. ગુજરાત સહિત આખા દેશમાં ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. શહેરના નાગરિકો તેનાથી જાગૃત થાય અને સ્વરક્ષણની સમજ મેળવી શકે તેની તકેદારીના ભાગરૂપે શેઠ મા.જે. પુસ્તકાલયમાં ‘Digital Arrest’ વિષય પર પરિસંવાદનું આયોજન કરવા માટે રૂા.૦૨ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
અંદાજપત્રની સભામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી, સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતા સહિત અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.
ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન ધરમશિભાઈ દેસાઈએ નિવેદનમાં જણાવેલ કે…
જાહેર પરિવહન ક્ષેત્રમાં સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત અમદાવાદમાં તા.૧-૪-૧૯૪૭ થી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ૧૧૨ બસો અને ૩૮ રૂટો સાથે શરૂ કરવામાં આવેલ જેનો વ્યાપ આજે વધીને દૈનિક અંદાજીત ૭૬૪ બસો અને ૧૬૪ ઓપરેશનલ રૂટોથી અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં અ.મ્યુ.ટ્રા.સ.ની બસોનું સંચાલન કરવામાં આવે છે. અમદાવાદ શહેરનો વિસ્તાર ૪૮૦.૮૮ ચો.કી.મી.થી વધીને ૫૦૫ ચો.કી.મી.નો થવાથી ઔડાના ગામો જેવા કે પૂર્વમાં મહેમદાવાદ, બારેજડી, પશ્ચિમમાં સાણંદ, મટોડા પાટીયા, સાઉથ બોપલ, શેલા, મોટી ભોયણ, થોળ, ત્રિમંદિર, મેડાઆદરજ, ઉત્તરમાં કલોલ, વહેલાલ, ડભોડા, દહેગામ, દક્ષિણમાં વાંસજડા, બાકરોલ, સરીગામ, બાવળા વિગેરે ગામડાઓમાં પણ એ.એમ.ટી.એસ.ની બસ સુવિધા આપવામાં આવે છે.
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેઓની વિધવાઓ, પ્રજ્ઞાચક્ષુઓ, પ્રેસ રીપોર્ટરશ્રીઓ, માન્ય યુનિયનના પ્રતિનિધિશ્રીઓ, વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો તેમજ ૬૫ વર્ષ થી વધુ ઉંમરના સીનીયર સીટીઝનો, મૂકબધીર વ્યકિતઓને મફત મુસાફરીના પાસ આપવામાં આવે છે. આમ આર્થિક નુકશાન સહન કરીને પણ આ સંસ્થા સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવે છે. અ.મ્યુ.ટ્રા.સ.નો વહીવટ કરકસરયુકત રીતે કરવામાં આવે છે. પરંતુ શહેરના નાગરિકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને છેવાડા સુધીના વિસ્તારોમાં સસ્તી અને કિફાયતી બસ સેવા આપવા માટે ઓછી આવક કરતા રૂટો સંચાલિત કરીને નુકશાન ભોગવીને પણ પ્રવાસીઓને અવિરત પણે પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.
સને ૨૦૨૫-૨૦૨૬ના ટ્રાન્સપોર્ટ મેનેજરશ્રી દ્વારા રજુ કરવામાં આવેલ રૂા.૬૮૨ કરોડના કુલ બજેટ માં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા નીચે દર્શાવેલ રૂા.૨૩ કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂા. ૭૦૫ કરોડનું મંજુર કરવામાં આવેલ છે.
૧. અમદાવાદ શહેર તથા આસ-પાસના ગામડાઓમાંથી નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજરશ્રી દ્વારા સૂચવેલ કુલ ૧૧૭૨ બસના ફલીટમાં વધુ ૧૦૦ નવી મીડી એ.સી. સી.એન.જી. બસો ગ્રોસ કોસ્ટ કીલોમીટર થી મેળવીને ફલીટની સંખ્યા કુલ ૧૨૭૨ કરવાનું ઠરાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં કુલ ૪૪૫ નવી એ.સી. બસોનો ફલીટમાં ઉમેરો કરવામાં આવનાર છે.
२. ૧૬માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા.૮ કરોડ મેળવીને વધુ ૪ ઇલેકટ્રીક એ.સી. ડબલડેકર બસો કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ મેન્યુફેકચરર પાસે કરાવવા સાથે ખરીદવાનું ઠરાવવામાં આવે છે.
- શ્રાવણ માસની જેમ દર શનિવાર અને રવિવારે સ્પેશીયલ રેટથી ધાર્મિક પ્રવાસનું આયોજન કરવાનું ઠરાવવામાં આવે છે.
४. અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦ પછી સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટીકીટ દરમાં ૮૫% ડીસ્કાઉન્ટ આપવાનું ઠરાવવામાં આવે છે.
૫. અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦ પછી અભ્યાસ કરતાં માતા-પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના શરુ કરવાનું ઠરાવવામાં આવે છે.
S. અમદાવાદ શહેરમાં રહેતા વિધવા બહેનોને ટીકીટ દરમાં ૫૦% રાહત આપવાનું ઠરાવવામાં આવે છે.
૭. ટ્રાન્સપોર્ટ મેનેજરશ્રીના બજેટમાં મુકવામાં આવેલ સ્માર્ટ બસ શેલ્ટર પાસે પી.પી.પી. ધોરણે જરૂરીયાત મુજબ સ્માર્ટ ટોઇલેટ તૈયાર કરવાનું ઠરાવવામાં આવે છે.
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ