Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.

જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૧૨-૧-૨૫

પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.

જેમાં અમદાવાદ પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, ગૌતમભાઈ બારોટ, મંત્રીશ્રી કોકિલાબેન ગજ્જર, મહામંત્રી ચિરાગભાઈ શાહ, સલાહકાર સમિતિના સભ્ય વસંતભાઈ બ્રહ્મભટ્ટ, કારોબારી સભ્ય ખેમરત્ન ભાઈ, કાજલબેન નાગવાડિયા, મનબેન ધોળકિયા અને પત્રકાર હિતેન્દ્ર ડોડિયા, જીતેન્દ્ર ભાઈએ હાજરી આપી હતી.

સૌ પ્રથમ અધ્યક્ષશ્રી અને સૌ પત્રકાર મિત્રો દ્વારા રાષ્ટ્રધ્વજ સાથે રેલીનું આયોજન કરી સ્વાગત વિધિ કરવામાં આવી અને ત્યાર બાદ
પાટીદાર દીકરીઓ અને નાનોડા સમાજની દીકરીઓ દ્વારા તલવાર ડાંસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી..

ત્યારબાદ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા સાહેબનું સ્વાગત સમગ્ર પાટણના પત્રકારોની ટીમ દ્વારા કરવામાં આવેલ ત્યાર પછી આવેલ તમામ મહાનુભાવોનું સ્વાગત સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

જલિયાન ગ્રુપ દ્વારા આ અધિવેશનમાં ભોજનનું દાન કરેલ હતું, તેમજ આ ગ્રૂપના દાતાશ્રીએ આ પંથકમાં એમ્બ્યુલન્સ અને અંતિમ રથયાત્રાનું ૫૦ લાખનું દાન કરેલ છે. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ સુંદર પ્રવચન કરેલ હતું.


પ્રવચન આપ્યા પછી અલગ અલગ જિલ્લાના પ્રમુખ અને તેઓની ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન વિધિ પૂર્ણ કર્યા પછી લાભુ ભાઈ કત્રોડિયા સાહેબના પ્રવચન પછી સૌ મિત્રો ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ…


પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.