જન સમૃદ્ધિ ન્યૂઝ…વિષ્ણુ પ્રજાપતિ…૨૫-૧૨-૨૪
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહના બલિદાનની યાદમા દર વર્ષની 26મી ડિસેમ્બરે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વિર બાળ દિન તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે તે સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે અને પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રી વર્ષાબેન દોષીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી મનીષભાઇ પટેલ તેમજ પ્રદેશ મીડિયા વિભાગના સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા. બંને નાના બાળકોને બળજબરી પુવર્ક ઇસ્લામ ધર્મ કબુલ કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. બંને બાળકોએ તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા બતાવી હતી અને ધર્મ પરિવર્તન કરવાનો ઇન્કાર કર્યો હતો જેનાથી ઉશ્કેરાયેલા બાદશાહે સૈન્યને આદેશ આપ્યો હતો કે બંને બાળકોને દીવાલ વચ્ચે જીવતા દફનાવી દેવામાં આવે.
શ્રી વર્ષાબેન દોષીએ બાળ દિનની ઉજવણીના હેતુ અને ઇતિહાસ અંગે જણાવ્યું હતું, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માને છે કે, સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહના બલિદાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી જીવંત કરવુ જોઇએ. નાના બાળકોએ જે બલિદાન આપ્યુ છે તેમની શહાદતને યાદ કરવા રાષ્ટ્રીય બાળ દિવસ સમગ્ર દેશમા ઉજવાશે.
શ્રી વર્ષાબેને કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, બાળ દિવસ નિમિત્તે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દિલ્હી ખાતે પ્રગતીમેદાનમા યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ગુજરાતમાં પણ બાળ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ત્રીસ્તરીય યોજાવનાર છે. જેમા પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ અમદાવાદના થલતેજ પાસે આવેલ ગુરુદ્વારમાંન યોજાશે જેમા રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સંગીત કીર્તન અને લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી જીલ્લા કક્ષાએ પણ કાર્યક્રમ યોજાશે. જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં બંને બાળકોએ આપેલ બલિદાન અને શૌર્યની પ્રદર્શની યોજાશે તેમજ શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવશે, આ વિષય સંદર્ભના પ્રવકતાઓ આ દિવસની માહિતી આપી શકે તે માટે શાળા અને કોલેજોમા પણ કાર્યક્રમ યોજાશે ત્યાર પછી મંડળ કક્ષાએ પણ મહિલાઓ,બાળકો,શાળાઓમા પ્રતિસ્પર્ઘાઓ યોજાશે.
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ