વિષ્ણુ પ્રજાપતિ….તા. ૨૪-૧૨-૨૦૨૪..અમદાવાદ..
સરકારી નીતિ નિયમો માત્ર ઉલ્લંઘન માટે જ હોય છે એવું કંઈક ચિત્ર હાલ અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના શાહીબાગ વોર્ડમાં આવેલ મોજડી બજાર માધુપુરા ખાતે જોવા મળી રહ્યું છે.
કાગળ પર થતી કાર્યવાહી સરકારી તંત્ર માટે કોઈ નવી વાત નથી ! પરંતુ કાર્યવાહીના નામે પ્રજાને છેતરતા સરકારી બાબુઓ રાજકીય નેતાઓની ભલામણથી સેટિંગનો ખેલતો પાર પાડી જ લેતા હોય છે ! ઉચ્ચ અધિકારીઓને દેખાડવા માટે કાર્યવાહી તો કરાય છે, પરંતુ કાર્યવાહીની સાથે પોતાના ખિસ્સા ભરવામાં પણ પાછી પાની કરતા ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની વાત કરીએ તો મધ્ય ઝોનમાં ઠેર ઠેર ગે.કા. બાધકામો પરિપૂર્ણ થઈ…હાલમાં વપરાશ ચાલુ થવા છતાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આ બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે તેને છાવરતાં નજરે પડી રહ્યા છે ! ત્યારે મોજડી બજાર, માધુપુરા ખાતેના વધુ એક ગેરકાયદેસર બાંધકામ ઉપર જવાબદાર અધિકારી મહેરબાન બની રહયાની વિગત સામે આવી છે !
મધ્ય ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો ઉભા થઈ ગયા છે તે બાબતની ફરિયાદો થતી હોવા છતાં આવા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી ! તે જોતાં ચોક્કસ જ ગેરકાયદેસર બાંધકામોને છાવરવાનું મધ્ય ઝોનમાં મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે ! માટે જ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ચાલતા કૌભાંડનો પડદાફાશ ના થાય તે માટે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની કચેરીમાં પત્રકારોને માહિતી મેળવવા માટે પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે !
હવે એ જોવાનું રહ્યું કે માધુપુરા મોજડી બજાર ખાતે પરિપૂર્ણ થયેલ ગેરકાયદેસર બાંધકામને જવાબદાર અધિકારીઓ એવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આ ગેરકાયદેસર બાંધકામને સીલ મારવાના આદેશ આપી… કાયદાનો અમલ કરે છે કે કેમ ? તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ