Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ શહેરની વસ્તી અને વિસ્તાર વધતા અમ. મ્યું. કોર્પો. ના મહેકમમાં પણ વધારો થાય તે જરૂરી..!

જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ..અમદાવાદ..

જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળેલી માહિતી મુજબ અમદાવાદ મહાનગર પાલિકાના મહેકમ ની જગ્યાઓ લગભગ ૫૦ ટકા ખાલી હોવાથી કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધારે હોવાની ચર્ચા એ જોર પકડ્યું હતું.

કહેવાય છે કે વર્ગ ૩ ના કર્મચારીઓને લગભગ ૨૦ વર્ષ થી એકજ પોસ્ટ પર હોવાનું અને તેઓને સમયસર પ્રમોશન મળતું ન હોવાની માહિતી સાપડેલ છે. જ્યારે વર્ગ ૧ અને ૨ ના કર્મચારીઓ ને સમયસર પ્રમોશન અને ભરતી થતી હોવાથી વર્ગ ૩ ના કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે.

અમદાવાદ શહેરની વસ્તી અને વિસ્તાર વધવા છતાં જૂનું મહેકમ છે એટલે કે લગભગ ૨૫૦૦ કર્મચારીઓનો વહીવટી હોવાથી તેઓ ઉપર કામનું ભારણ વધતું હોવાનું જાણવા મળેલ છે.

બીજું એ પણ જાણવા મળેલ છે કે અમદાવાદ મહાનગર પાલિકા સિવાય ની મોટાભાગની મહાનગર પાલિકાઓમાં ઓ.એસ. થી આસી.મેનેજર/સેક્શન ઓફિસરોને પ્રમોશન આપવાની નીતિ છે પરંતુ અમદાવાદ મહાનગર પાલિકામાં આવી નીતિ ન હોવાનું પણ જાણવા મળેલ છે.

જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી અમદાવાદ મહાનગર પાલિકામાં શહેરની વસ્તી અને વિસ્તાર વધી રહેલ છે તેને ધ્યાને લઇ મહેકમમાં વધારો કરવામાં આવે તેવી જાગૃત કર્મચારીઓની માંગ ઉઠવા પામી છે…


અમદાવાદ શહેરની વસ્તી અને વિસ્તાર વધતા અમ. મ્યું. કોર્પો. ના મહેકમમાં પણ વધારો થાય તે જરૂરી..!