જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…
અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ઘાટલોડીયા વોર્ડમાં રન્નાપાર્કથી પ્રભાતચોક થઈ ડમરું સર્કલથી કારગીલ પેટ્રોપ પંપ થી હાઇકોર્ટ થઈ ગોતા ચાર રસ્તા તેમજ પકવાનથી જજીસ બંગલો થઇ માનસી સર્કલ, વસ્ત્રાપુર તળાવ ફરતે, બોપલ બીઆરટીએસ સુધીના રોડ પર ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે હેતુસર જાહેર રસ્તા ઉપર બિનઅધિકૃત પાર્ક કરેલ વાહનોને લોક કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૯-વાહનોને લોક મારી કુલ રૂપિયા દંડ પેટે રૂ.૧૪,૫૦૦/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ તમામ વાહન ચાલકો ને જાહેર રસ્તા ઉપર વાહન પાર્ક ન કરવા સૂચન કરેલ છે તેમજ સંબંધિત બિલ્ડિંગમાં સૂચિત કરેલ પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવા સમજૂત કરવામાં આવેલ છે. (૧) છત વાળી લારી-૭ (૪) સાદી લારી-૯ (૫) પ્લાસ્ટિકના સ્ટુલ-૩૩, (૬) ટેબલ-૪, (૭) લોખંડની એંગલો/લાકડાની વળીયો-૮ (૮) તાડ પતરી-૭ (૯) જાહેરાતના બોર્ડ-૨૭ (૧૦) બેનર-પતાકા-૪૭, (૧૧) ખુરશી-૭, (૧૨) પરચુરણ સામાન-૧૮૯ જપ્ત કરી ગોડાઉનમાં જમા કરવામાં આવેલ છે. જાહેર રસ્તા પર ગંદકી કરવાનો- હોકિંગ ઝોનમાં લારીઓ મૂકી દબાણ કરવું. નો-પાર્કિંગ ઝોન વ્હીકલ પાર્ક કરવા અંતર્ગત રૂ.૯૩,૨૦૦/- વહીવટી ચાર્જ રૂપે દંડ પેટે વસુલવામાં આવેલ છે.
આમ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં જાહેર રસ્તા, ફૂટપાથ ઉપર ટ્રાફિકને અડચણ થાય તે રીતે પાર્ક કરેલા વાહનો, દબાણ અને બિનઅધિકૃત જાહેરાત દુર કરવાની તથા ઓન ગોઇંગ કન્સ્ટ્રકશન સાઈટને ગ્રીન નેટ ન હોય તેવી સાઈટોને નોટીસ આપી કાર્યવાહીના ભાગ રૂપે કુલ રૂ.૧,૦૭,૭૦૦/- વહીવટી ચાર્જ રૂપે દંડ પેટે વસુલવામાં આવેલ છે.
આમ, આગામી દિવસોમાં બિન-પરવાનગીએ બનેલા બાંધકામો/ટી.પી.રસ્તા/ફૂટપાથ પરના દબાણો/પાર્કિંગની જગ્યામાં તથા મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં થયેલ દબાણો/દૂર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર છે.
Average Rating
More Stories
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!
કથિત ખાધતેલ ચોરી કૌભાંડ માં જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરતા લાંભા વોર્ડ પ્રમુખ ઘનશ્યામસિંહ..