Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!

વિષ્ણું પ્રજાપતિ દ્વારા.. તા. ૨૨-૧૧-૨૦૨૪

દરિયાપુર વિસ્તારમાં આવેલ રૂપાપરીની પોળમાં વણકરવાસ અને કુંભારના ખાંચામાં ગટર ઉભરાવવાની અને ખાડા પૂરવા ડામર નાખવા માટે ઓનલાઇન સી. સી. આર. એસ. થી અનેક ફરિયાદો કરવા છતાં જવાબદાર અધિકારીઓ કામગીરી કરતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે.

દરીયાપુર વોર્ડમાં ફૂટી મસ્જિદ ખાતે આવેલ ઓફિસમાં પ્રજાની ફરિયાદોનો યોગ્ય નિકાલ થતો નથી, પરંતુ કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી હોવા છતાં તેની તપાસ હાથ ધરાતી નથી અને આવી નબળી કામગીરીની ફાઈલોમાં અધિકારીઓ વ્યસ્ત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ત્યારે મધ્ય ઝોનના એડિશનલ સીટી ઇજનેર દ્વારા દરિયાપુર મસ્ટર સ્ટેશનનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાય તો જવાબદાર અધિકારીઓની નબળી કામગીરીનો પડદાફાસ થાય તો નવાઈ નહીં !

દરિયાપુર વિસ્તારમાં પ્રજાની ફરિયાદો અને સમસ્યાઓનો યોગ્ય સમય મર્યાદામાં નિકાલ થતો ન હોવાના વિસ્તૃત અહેવાલો જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…


દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!