Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…

માધુપુરામાં અત્ર..તત્ર..સર્વત્ર.. દારૂની રેલમછેલ…!

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૧૫-૦૯-૨૦૨૪

માધુપુરા વિસ્તારમાં પોલીસનું કામ કાયદાનું પાલન કરવાનું છે, પરંતુ માધુપુરા પોલીસ પોતાની ફરજ ભૂલીને, દારૂબંધીના કાયદાનું પાલન કરવાને બદલે બુટલેગરોને આ કાયદાનું ઉલ્લંઘન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડતી હોવાનું માધુપુરા વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડાઓની ચર્ચાઓ થતા જણાઈ આવે છે.

જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા વિસ્તારમાં (૧) મનીયો – મહાજનના દવાખાના પાસે, માધુપુરા ખાતે દેશી દારૂ વેચી રહ્યો છે, જે દારૂનો જથ્થો બિલ્ડીંગના ધાબા ઉપર રાખતો હોવાનું જાણવા મળેલ છે (૨) શ્રવણ.. કાલુપુર શાકમાર્કેટ ખાતે જાહેરમાં દેશી દારૂ વેચી રહ્યો હોવાની (૩) ટપો.. નામનો બુટલેગર કે જે રામલાલના ખાડા પાસે ખૂબ જ મોટી માત્રામાં દેશી દારૂ વેચતો હોવા બાબતે (૪) પોપટ નામનો ઇસમ કે જે માધુપુરા પોલીસ સ્ટેશનની સામે જ 100 મીટરની ત્રિજ્યા ની અંદર વર્ષોથી દેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની (૫) હસીના ધોબી ઘાટ ખાતે દેશી દારૂનું વેચાણ કરી રહી હતી તેથી જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા આ બદીઓને કાયમી ધોરણે બંધ કરવાના અહેવાલ પ્રસિદ્ધ કરી, જવાબદાર ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરેલ હતું.

પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર આ બુટલેગરો વર્ષોથી દેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવા છતાં તેઓ ઉપર કાયદાનો કડક અમલ ના થવાથી ! આ અસામાજિક બદીઓ વર્ષોથી ચાલી રહી હોવાનું નજરે પડી રહ્યું છે..

કહેવાય છે કે માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદાર દ્વારા એક સ્ટેન્ડના દરરોજના ૧૦ થી ૧૫ હજાર રૂપિયાનું ગેરકાયદેસર ઉઘરાણું કરતા હોવાથી પોલીસ આ બુટલેગરોનો વાળ પણ વાંકો કરી શકતી ન હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે !

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ પોલીસ જ્યારે રેડ કરવા જાય છે ત્યારે અગાઉથી જ આ રેડ ની માહિતી બુટલેગરો પાસે પહોંચી જતી હોવાથી.. રેડ કરનાર અધિકારી સ્થળ ઉપર પહોંચે તે પહેલાં દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવે છે અને પોલીસ સ્થળ ઉપર જાય ત્યારે ત્યાં દારૂના વેચાણની કોઈ પ્રવૃત્તિ કાર્યરત ન હોવાથી.. નીલ પંચનામુ કરી.. બુટલેગરોને પ્રોટેક્શન આપવાની કાર્યપ્રણાલી અપનાવતા હોવાથી બુટલેગરો માધુપુરા વિસ્તારમાં બેફામ બન્યા હોવાનું પણ જાણવા મળેલ છે.

જન સમૃદ્ધિ ન્યુઝ નીડરતાથી પ્રજાને પડતી હાલાકીઓના અહેવાલો પ્રસિદ્ધ કરી રહ્યું હોવાથી માધુપુરા વિસ્તારની જાગૃત પ્રજા દ્વારા માધુપુરામાં બીજા અન્ય બુટલેગરો કે જે દેશી વિદેશી દારૂનું વેચાણ અને કટીંગ કરી રહ્યા છે ! જેમાં (૧) વિનોદ (૨) ભૂરિયો (૩) અજય અને (૪) કુણાલ નામના કોણ છે આ બુટલેગરો ? અને કઈ કઈ જગ્યાએ દેશી વિદેશી દારૂનું વેચાણ/કટીંગ કરી રહ્યા છે તે બાબતે..

અને નમસ્તે સર્કલ પાસે એક લક્ઝરીમાં વિદેશી દારૂની બોટલો આવે છે ! જે વિદેશી દારૂનું કટીંગ ટ્રાવેલ્સનો જ માણસ આ મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યો છે ! તો તે કોણ છે આ માણસ કે જે આ અસામાજિક પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે તેની વિસ્તૃત છણાવટ અને સાથે સાથે…

શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં રવિ અને ગેસીઓ નામના બુટલેગરો દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કોના આશીર્વાદથી કરી રહ્યા છે ? તેની પણ વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..


માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…