Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..

મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં પત્રકારોને અહેવાલ સંદર્ભે માહિતી મેળવવા માટે “નો એન્ટ્રી” કોના ઇશારે…? પત્રકારોની ફરજ પર જોહુકમી કયા નિયમના આધારે…!

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૩-૦૯-૨૦૨૪

ડે.મ્યુનિ.કમિશનર મધ્ય ઝોનની રાહબરી હેઠળ મધ્ય ઝોન હદ વિસ્તારમાં આવેલ જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

મધ્ય ઝોન હદ વિસ્તારમાં “ઈ” ડીવીઝન ટ્રાફિક પોલીસ ની મદદ સાથે સારંગપુર સિંધી માર્કેટ થી કાલુપુર રેવડી બજાર થી રતન પોળ સુધી રોડની બંને બાજુના દબાણો, દબાણ સ્ટાફ તથા દબાણ ગાડી દ્વારા દુર કરી કુલ ૦૬ નંગ લારી તથા ૭૫ નંગ પરચુરણ સામાન જપ્ત કરી. ૨૨ જેટલા ગેરકાયદેસર પાર્ક કરેલા વ્હીકલ લોક મારી કુલ રૂપિયા ૨૨૫૦૦/- દંડ વહીવટી ચાર્જ પેટે વસુલ કરેલ છે.

મધ્ય ઝોન વિસ્તારમાં એલીસ બ્રીજ થી દધીચિ બ્રીજ થી કમિશનર ઓફીસ થી કાલુપુર ફ્રુટ માર્કેટ થી કાલુપુર શાક માર્કેટ થી રાયપુર દરવાજા થી જમાલપુર ફૂલ માર્કેટ થી જમાલપુર શાક માર્કેટ થી ગીતા મંદિર પાસેના દબાણો દબાણ સ્ટાફ અને દબાણ ગાડી દ્વારા દુર કરી કુલ ૦૫ નંગ લારી, તથા પરચુરણ સામાન ૩૫ નંગ જપ્ત કરી ૧૦ જેટલા ગેર કાયદેસર પાર્ક કરેલા વ્હીકલ લોક મારેલ છે.

આમ તા. ૧૨-૦૯-૨૪ ના રોજ મધ્ય ઝોનમાં એસ્ટેટ ખાતા દ્વારા ૧૧ નંગ લારી, ૧૧૦ નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે. દબાણ કરવા પેટે તથા ગેર કાયદેસર વ્હીકલ પાર્ક કરવા પેટે કુલ રૂપિયા ૨૨૫૦૦/- દંડ વસુલ કરેલ છે.

ઉપરોક્ત કામગીરી મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશનરની રાહબરી હેઠળ થઈ તે ખુબજ સારી કામગીરી છે, મધ્ય ઝોનમાં બીજી એ ચર્ચા થઈ રહી છે કે ખાડિયા -૧ વોર્ડમાં (૧) ગોલવાડ, બહુચર માતાના મંદિર પાસે, રતનપોળ ખાતે સીલ મારેલ રેસી. મકાનમાં કોમર્શિયલ પ્રકારનું બાધકામ.. કાયદાનો ભંગ કરી હાલમાં ગે.કા. કામગીરી ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

(૨) દીપકલા શો રૂમ, રતન પોળ ખાતે મ્યું. કમિશનરનાં નિયમો અને શરતોનો ભંગ તેમજ કમિશનરની મંજુરી વગર કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળેલ છે.

(૩) નાગોરી પોળ, સહજાનંદ માર્કેટની બાજુમાં, રતનપોળ ખાતે રેસીડેન્સી મકાન તોડી..પાયા માંથી કોમર્શિયલ બાધકામ પરિપૂર્ણ કરી હાલમાં કોમર્શિયલ વપરાશ ચાલુ હોવા છતાં કાયદાનો ખુલ્લેઆમ ભંગ.. છતાં કાયદાનો અમલ નહીં ? હોવાની ચર્ચા..

(૪) લાઉશી નામની દુકાનની ઉપર, કર્ણાવતી માર્કેટ પાસે, પાચકુવા દરવાજાથી કાલુપુર જવાના રોડ તરફનું ગે. કા. બાધકામ પરિપૂર્ણ થવા છતાં ફક્ત કાગળની જ કાર્યવાહી ? શા માટે સીલ કે ડીમોલેશન નહિ ?

(૫) ફતાસા પોળની સામે, જૈન મંદિર પાસે, ગાંધી રોડ ઉપરનું મસમોટું મંજૂરી વાળુ બાધકામ કે જેમાં બે સર્વે નંબરનું અક્ત્રીકારણ, હાઇટ માં વધારો, માળમાં વધારો, રેસીડેન્સી નું કોમર્શિયલ કરી હેતુફેર કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો, અહેવાલો તેમ છતાં મંજૂરી બરોબર લીધેલ છે તે બાબતની ચર્ચા સ્થાનિક પ્રજામાં ચર્ચાઈ રહી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ આંખે પાટા બાંધી કાયદાનો ભંગ કરી રહ્યા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ મુકપ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યા હોવાનો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે..

જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા આ નિયમ અને શરતોનો ભંગ કરી પરિપૂર્ણ થયેલ બાધકામોને સીલ તેમજ ડીમોલેશન માટે રજૂઆત કરવા જવાની મંજૂરી ડે. એસ્ટેટ ઓફિસર પાસે માગેલ હતી પરંતુ આ મંજૂરી પણ માંડ માંડ મેળવી.. કાયદાનો અમલ કરવાની રજૂઆત જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા કરતા એવું જાણવા મળ્યું કે પોલીસ બંદોબસ્ત આપશે… તો તોડી નાખીશું ?

ત્યારે સવાલ એ થાય છે કે આ નિયમ અને શરત ભંગ થઈ રહેલ બાધકામો પરિપૂર્ણ કોના ઇશારે થઈ રહ્યા છે ? જવાબદાર વોર્ડ ઇન્સ્પેક્ટર, આસી. ટી. ડી. ઓ., ડે. એસ્ટેટ ઓફિસર, આસી. મ્યુ. કમિશ્નર અને ડે. મ્યુ. કમિશ્નર ફક્ત કાગળની કાર્યવાહી થાય તે જોવા માટે બેઠા છે ?આ તમામ જવાબદાર અધિકારીઓ શોભાના ગાઠીયા સમાન કાર્ય પધ્ધતિ અપનાવી રહ્યા હોવાની ચર્ચા એ ચારે કોર જોર પકડ્યું છે, ત્યારે અમ. મ્યુ. કમિશ્નર દ્વારા મધ્ય ઝોનમાં ચાલતી ગેરરિતીઓને કાયમી બંધ કરાવે તેવી પત્રકાર આલમની માંગ ઉઠવા પામી છે.

મધ્ય ઝોનમાં નાગરિકોની રજૂઆતના નિરાકરણ માટે જે નોડલ ઓફિસર છે તે ઉચ્ચ કક્ષાના મૂકવામાં આવે.. કારણકે રજૂઆત કર્યા પછી અધિકારી દ્વારા નાગરિકોની ફરિયાદ પછી, વોર્ડ ઈન્સ્પેકટરો દ્વારા કોઈ પગલાં ના લેવાય અને અરજદારો ને ધક્કા ખાવાનો વારો ના આવે તે માટે ઉચ્ચકક્ષાના નોડલ ઓફિસર હોય તો તેઓ વિરુદ્ધ પગલાં ભરી શકે ! તેવું પ્રજા ઈચ્છી રહી છે.

હાલમાં જે નોડલ ઓફિસર છે તે સર્વેયર કક્ષાના કર્મચારી છે તેઓ ફક્ત કાગળમાં રજૂઆત લખી, જવાબદાર અધિકારી પાસે જાય છે અને અધિકારી જે જવાબ આપે તે મૌખિક જણાવતા નજરે પડી રહ્યા છે ત્યારે આ નોડલ ઓફિસરની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..

પત્રકારો એ પોતાના ન્યૂઝ પેપરોમાં સ્વતંત્ર કામગીરી કરતા હોય છે, તેઓને માહિતી મેળવવાનો અબાધિત અધિકાર અને ફરજ છે. જે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં છીનવાઈ રહ્યાનો અહેસાસ જાગૃત પત્રકારો કરી રહ્યા છે.

ત્યારે મ્યું. કમિશ્નર દ્વારા અમ. મ્યુ. કોર્પરેશનની ડાયરીમાં જે પત્રકારો નોંધાયેલ છે. તેવા પત્રકારોને અને જે પત્રકારો સરકાર માન્ય એક્રિડીટેશન કાર્ડ ધરાવે છે તેવા પત્રકારોને વિભાગ/ઓફિસમાં જતાં રોકવામાં આવે છે તે જોહુકમીને દૂર કરવાના આદેશ મ્યું. કમિશ્નર દ્વારા તાકીદે આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે..


મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..