Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

દક્ષિણ ઝોનના દેડકી ગાર્ડન પાસેનો ગણેશ કુંડ ટેકનિકલ સ્પેસિફીકેશન મુજબ જ છે ? કે પછી…? તપાસ જરૂરી…

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૧-૦૯-૨૦૨૪

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, જે કુંડમાં ફક્ત ખાડા ખોદી.. બાજુમાં વાસના બાંબાથી બાઉન્ટ્રી બનાવી, ખાડા ઉપર પ્લાસ્ટિક પાથરવાના કોન્ટ્રાકટરોના એક કુંડના લાખો રૂપિયાના બિલો મંજૂર થતાં હોય છે.

ઇજનેર વિભાગ દ્વારા ટેન્ડર ની શરતો અને ટેકનિકલ સ્પેસિફિકેશનમાં ફાઉન્ડેશન, ૧૦૦ થી વધારે મજૂરો અને મુકરદમો દ્વારા સવારે અને રાત્રે કામગીરી કરવા માટે રાખવામાં આવે છે, કુંડમાં બિલ્ડિંગની ઈટોનો અને સિમેન્ટનો ઉપયોગ, એચ. ડી.પી. ઈ. નું સારી ગુણવત્તા નું પ્લાસ્ટિક વિગેરે વિવિધ પ્રકારની આઇટમો સાથે કુંડ બનાવવાના હોય છે.

જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા વર્ષ ૨૦૨૩ માં એટલે કે ગયા વર્ષે ગણેશ કુંડ બનાવવાની કામગીરીમાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી નિયમ અને શરત ભંગ કરી, પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કરેલ હોવાથી જન સમૃધ્ધી ન્યૂઝ દ્વારા વિજિલન્સ તપાસ હાથ ધરાયા પછી બીલો મંજૂર કરવા ફરિયાદ કરેલ હતી.

શાસક પક્ષ સારી રીતે જાણે છે કે આ કામગીરીમાં પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે ! તેમ છતાં કાયમી કુંડ બનાવવા તરફ કામગીરી ન કરી, ફરીથી આ વર્ષે કૃત્રિમ કુંડો બનાવી પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ધુમાડો કરવા જઈ રહ્યા હોવાનું જાગૃત પ્રજા જણાવી રહી છે..

કહેવાય છે કે અમ. મ્યુ. કોર્પરેશનના જવાબદાર અધિકારીઓ, રાજકીય નેતાઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગત અને ભ્રષ્ટાચાર આચરવાની લાહયે પ્રજાના કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

હવે એ જોવાનું રહ્યું કે આ દેડકી ગાર્ડન પાસેના કુંડમાં નિયમ, શરતો અને સ્પેસિફીકેસન મુજબ કોન્ટ્રાકટર દ્વારા ચોક્કસ કામગીરી કરાવવામાં આવેલ છે કે કેમ..? તેનું જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ લેવલે રિપોર્ટિંગ કરી.. કોન્ટ્રાકટર અને અધિકારી ઓની મીલીભગતનો પર્દાફાશ કરી, સાચી હકીકત દર્શાવવાનો પ્રયાસ હાથ ધરાશે જે જોતા રહો આગામી જન સમૃદ્ધિ ન્યૂઝ..


દક્ષિણ ઝોનના દેડકી ગાર્ડન પાસેનો ગણેશ કુંડ ટેકનિકલ સ્પેસિફીકેશન મુજબ જ છે ? કે પછી…? તપાસ જરૂરી…