
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૯-૦૯-૨૦૨૪, અમદાવાદ..
ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે જેથી દારૂ પીવો અને વેચવો એ ગુનો બને છે અને આ કાયદાનું પાલન કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે પરંતુ આજે સ્થિતિ એ છે કે કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બની રહ્યા છે પરિણામે પોલીસની મહેરબાનીથી દારૂનો ગેરકાયદે વેપલો કરનારા બુટલેગરોને છૂટો દોર મળી ગયો છે જેના કારણે માધુપુરા વિસ્તારની સ્થિતિ ખૂબ જ કફોડી બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
માધુપુરા વિસ્તારમાં (૧) શ્રવણ કે જે કાલુપુર શાક માર્કેટ ખાતે (૨) ટપો જે રામલાલ ના ખાડે, દૂધેશ્વર, (૩) પોપટ- માધુપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં (૪) હસીના કે જે ધોબીઘાટ એસ્ટેટ, દૂધેશ્વર ખાતેના બુટલેગરો દ્વારા દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાથી સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.
કહેવાય છે કે અહીંની પોલીસ બુટલેગરો સાથે મળી ગઈ હોવાથી અને તેઓના કારણે જ બુટલેગરો બેફામ બન્યા હોવાની માહિતી મળી રહી છે કાયદાનું પાલન કરવાની તોપો ફોડતી ભાજપ સરકારના રાજમાં સ્થાનિક પોલીસ અને બુટલેગરોની મિલી ભગતથી ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે જેના કારણે કેટલાય પરિવારો બરબાદ થઈ રહ્યા છે ત્યારે ગાંધીજીના સિદ્ધાંતોના માર્ગે ચાલવાની વાતો કરતા આજના નેતાઓ આ દારૂબંધીનો ચુસ્તપણે અમલ કરાવે તે ખુબજ જરૂરી બન્યું છે…
માટે માધુપુરા વિસ્તારમાં ચાલતી તમામ અસામાજિક બદીઓને કાયમી ધોરણે બંધ કરવાના આદેશ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે..
આવીજ રીતે સરદાર નગર, શાહીબાગ, મેઘાણી નગર, દરિયાપુર અને સાબરમતી વિસ્તારમાં કાયદાનું પાલન કરવાની તોપો ફોડતી પોલીસ દારૂની હાટડીઓ બંધ થાય તેમાં રસ ન દાખવતી હોવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે ! ત્યારે આ હાટડીઓની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…