


જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…
દરિયાપુર વોર્ડમાં અસંખ્ય ગે.કા. બાધકામો અને રજાચિઠ્ઠી મેળવી શરત ભંગ કરેલ બાધકામોનો હાલમા વપરાશ શરૂ થઈ રહ્યો હોવા છતાં મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ ફક્ત કાગળની કાર્યવાહી કર્યા પછી કાયદાનો અમલ કરવા મગનું નામ મરી લઈ રહ્યો ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
દરિયાપુર વોર્ડમાં સલીમ નામના બિલ્ડર દ્વારા (૧) લાલ સ્કૂલની બાજુની ગલીમાં, સુબ્બ્રાતી મસ્જિદ પાસે, શાહપુર (૨) લાલ સ્કૂલની સામે, માછીના ડેલા પાસે, શાહપુર (૩) હાજી જુમ્માભાઈની ચાલીની અંદર, શાહપુર દરિયાપુર વોર્ડ ખાતે ગે.કા. બાધકામો બનાવેલ હતા. આમાંથી અમુક બાધકામોને સીલ મારેલ હતા અને અમુકના ડીમોલેશન થયેલ છે તેમ છતાં આ સલીમ નામના બિલ્ડર દ્વારા ફરીથી આ ગે.કા. બાધકામોની કામગીરી શરૂ કરેલ હોવાનું જાણવા મળેલ છે…
ત્યારે સવાલ એ થાય છે કે મ્યું. કમિશ્નર દ્વારા વોર્ડ ઈન્સ્પેકટરોને સવારના સેશન્સમાં રાઉન્ડ લઈ, કોઈપણ જગ્યાએ કાયદાનો ભંગ ના થાય તેની તકેદારી રાખવાના આદેશ આપેલા છે.
તો પછી આ દરિયાપુર વોર્ડમાં ગે.કા. બાધકામો અને તે પણ સીલ મારેલા અને ડીમોલેશન કરેલા બાધકામો કોના આશીર્વાદથી ચાલુ થયેલ છે તેની તપાસ મધ્ય ઝોનના ડી.વાય.એમ.સી. થી તો નઈ થાય…! કારણ કે જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા ખાડિયા – ૧ વોર્ડના ગે.કા. બાધકામો અને શરતોનો ભંગ થઈ રહેલા બાધકામો બાબતે અહેવાલો અને ફરિયાદો કરવા છતાંય કાયદાનો અમલ કરાવી શકતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.. ! ત્યારે આ અંગે મ્યું. કમિશ્નર દ્વારા સમગ્ર મધ્ય ઝોન વિસ્તારમાં તંત્ર દ્વારા ૨૬૦(૨) ની જ્યાં જ્યાં નોટિસો આપેલ છે તે નોતિસોની તપાસના આદેશ આપવામાં આવે તો અધિકારીઓની ભ્રષ્ટ કાર્યપ્રણાલી છતી થાય તો નવાઇ નહીં..!
ખેર હવે એ જોવાનું રહ્યું કે મધ્ય ઝોનમાં થઈ રહેલ ગે.કા. બાધકામો સામે તેમજ શરત ભંગ થયેલ બાધકામો અને ફક્ત કાગળની કાર્યવાહી હાથ ધર્યા પછી કાયદાનો અમલ ના કરેલ બાધકામો વિરુદ્ધ નવનિયુક્ત ડે. એસ્ટેટ ઓફિસર ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે તે જોવું રહ્યું…
મધ્ય ઝોનના ડે.એસ્ટેટ ઓફિસર જાતે ઓફિસમાંથી બહાર નીકળી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરે.. તો ખબર પડે કે આપણા વોર્ડ ઈન્સ્પેકટરો કેટલી પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે ?
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં આર. ટી.આઇ. ની અરજીઓના જવાબો ઉડાઉ અને કલમોના ખોટા અર્થઘટનો કરી માહિતી છૂપાવી રહ્યા હોવા બાબતે.. પ્રથમ અપીલ સુનાવણી અને અપીલ સુનાવણી થઈ ગયા પછી સમયસર જવાબો/હુકમ થતાં નથી તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…
દરિયાપુર વોર્ડમાં નોટિસો આપ્યા પછી તેમજ સીલ માર્યા પછી કઈ કઈ જગ્યાના ગે.કા. બાધકામો ભ્રષ્ટાચાર આચરી વપરાશ શરૂ થયેલ છે ! તેની ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…
Average Rating
More Stories
અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસ, શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલ અને શેઠ મા. જે. પુસ્તકાલય નું વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી.
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા