Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદારના છુપા આશીર્વાદથી દારૂનો છૂટો દોર. ! પ્રજા ત્રાહિમામ…

તા. ૦૭-૦૯-૨૦૨૪, અમદાવાદ.

માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં (૧) મનુ અને હસુ નામના બુટલેગર કે જે મહાજનના દવાખાના પાસે માધુપુરા ખાતે અને (૨) અબ્બાસ નામનો બુટલેગર કે જે દેશી દારૂનું વેચાણ cp ઓફિસની પાછળ જ વેચાણ કરી રહ્યો હોવાથી સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હોવાના અહેવાલ જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા સતત પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે તેમ છતાં માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદાર દ્વારા છુપા આશીર્વાદ આપી અંદરખાને આ અસામાજિક બદીઓ કાર્યરત હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને ચોકાવનારી માહિતી મળેલ છે.

ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાત સરકાર અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક બદીઓને કાયમી ધોરણે દૂર કરવા માટે આદેશો આપેલા છે, તેમ છતાં જવાબદાર અધિકારીઓ અને કહેવાતા વહીવટદારો કાયદાનો અમલ કરાવી શકતા ન હોવાથી ! અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેઓના તાબામાં આવતા પી.સી.બી. વિભાગ દ્વારા રેડ કરાવી, માધુપુરામાં અસામાજિક બદીઓ ચલાવતા તમામ બુટલેગરો ઉપર ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરાય તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ માધુપુરા વિસ્તારમાં ઉઠવા પામી છે..


માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદારના છુપા આશીર્વાદથી દારૂનો છૂટો દોર. ! પ્રજા ત્રાહિમામ…