Tue. Apr 29th, 2025
    Worldwide Views 954
    0 0

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ… તા. ૫-૯-૨૪

    જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂની અસામાજિક બદીઓ કાર્યરત હોવાના અહેવાલ સતત પ્રસિદ્ધ કરી રહ્યું છે, તેમ છતાં માધુપુરા પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ, પોલીસ ઇન્સ્પેક્ટર, બૂટલેગરો અને કહેવાતા વહીવટદારની મિલીભગતથી હાલમાં પણ અસંખ્ય દેશી, વિદેશી દારૂનું વેચાણ જાહેરમાં તેમજ ખાનગી રાહે થઈ રહ્યું હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યુઝને મળવા પામેલ છે.

    માધુપુરા મહાજનના દવાખાના પાસે હસુ અને મનીયો નામના બુટલેગર વર્ષોથી એકની એક જગ્યાએ મહિને હજારો લીટર દેશી દારૂ વેચી રહ્યા હોવા છતાં માધુપુરા પોલીસ કાયદાનો અમલ કયા કારણોથી નથી કરતી ? તેની તપાસ હાથ ધરાય તો અનેક જગ્યાએ ચાલતી બદીઓનો પડદાફાશ થાય તો નવાઇ નહીં..

    માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં (૧) શ્રવણ અને શારદા નામની બુટલેગર કાલુપુર શાકમાર્કેટમાં માધુપુરા ખાતે દેશી દારૂનું થઈ રહેલ વેચાણ… (૨) ટપો નામના બુટલેગર દ્વારા રામલાલના ખાડે માધુપુરા ખાતે દેશી દારૂનો મોટો વેપાર..(૩) જબુ નામની બુટલેગર શંકર ભુવન ના દવાખાનાની પાછળ માધુપુરા ખાતે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું માધુપુરાની જાગૃત પ્રજાને ખબર છે ! તો પોલીસ ઇન્સ્પેકટરને ખબર ના હોય ? તે કેવી રીતે માની શકાય..?

    ખેર જે હોય તે જન સમૃદ્ધિ ન્યૂઝના આ અહેવાલ પછી માધુપુરા વિસ્તારમાં ચાલતી આ દેશી-વિદેશી દારૂની બદીઓનું વેચાણ કરતા બુટલેગરો ઉપર ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરી, કાયમી ધોરણે આ બદીઓ બંધ કરવાના આદેશ ડીસીપી દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

    માધુપુરા વિસ્તારમાં ગની, સહેનાજ, પોપટ, જબુ, અબ્બાસ, જેરાના, વિનોદ, પપ્પુ અને કુણાલ નામના બુટલેગરો કઈ કઈ જગ્યાએ દેશી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    માધુપુરા મહાજનના દવાખાના પાસે હસુ અને મનીયો નામના બુટલેગર દ્વારા દેશી દારૂના વેચાણથી પ્રજા ત્રસ્ત…! વહીવટદાર મસ્ત..!

    Leave a Reply

    You missed