આ બાધકામ બંધ કરાવવા માટે સ્થાનિક જાગૃત નાગરિકોએ અસંખ્ય ફરિયાદો કરેલ છે..!
જન સમૃદ્ધિ ન્યૂઝ..
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
તા. ૩૧-૦૮-૨૦૨૪
Rimainder-૧..
તા. ૦૫-૦૯-૨૦૨૪
ખાડિયા -૧ વોર્ડ ઇન્સ્પેક્ટર ગામીતના રાજમાં ગે.કા. અને નિયમ વિરુદ્ધના કાર્યરત બાધકામોમાં કાયદાનો અમલ ક્યારે…?
આ બાધકામ બંધ કરાવવા માટે સ્થાનિક જાગૃત નાગરિકોએ અસંખ્ય ફરિયાદો કરેલ છે..!
ખાડિયા – ૧ વોર્ડ ઇન્સ્પેક્ટર ગામીતની ફરજ પ્રત્યેની બેદરકારી અને ભ્રષ્ટાચાર આચરવાના આશયે ગોલવાડ, બહુચર માતાના મંદિર પાસે, રતનપોળ ખાતે રેસીડેન્સી મકાનનું કોમર્શિયલ બાધકામ થઈ રહ્યું છે તેમાં તંત્ર દ્વારા નોટિસ તેમજ સીલ પણ મારેલ હતું તેમ છતાં..
ગોલવાડ, બહુચર માતાના મંદિર પાસે, રતનપોળ ખાતેના બાધકામમાં કાયદાનો અમલ વોર્ડ ઇન્સ્પેક્ટર ગામીત કરતા ન હોવા છતાં ઝોનના ડે. એસ્ટેટ ઓફિસર, આસી.મ્યું.કમિશ્નર અને ડે. મ્યુ. કમિશ્નર ફક્ત શોભાના ગાંઠિયા સમાન બેસી રહીને આ તમાશો નિહાળી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ત્યારે મ્યું. કમિશ્નર દ્વારા આ હેતુફેર થઈ રહેલ બાધકામ વિરુદ્ધ અને બેજવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક રાહે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવા આદેશ આપે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
વધુ વિગતો સાથે જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ….
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ