વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
તા. ૦૨-૦૯-૨૦૨૪. અમદાવાદ…
અમદાવાદ મહાનગર પાલિકામાં ઇજનેર વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ ના કરતા, બેજવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજદાર દ્વારા વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરેલ હતી.
તે ફરિયાદ પછી કોઈ કાર્યવાહી ના થતાં અરજદારે આર.ટી.આઈ. ના કાયદા મુજબ આર.ટી.આઈ ની અરજી કરી હતી. તેની માહિતીનો જવાબ વિજિલન્સ વિભાગના આસી. મેનેજર (જનરલ) દ્વારા તપાસ ચાલુ હોવાનું જણાવેલ.
તેથી અરજદાર દ્વારા પ્રથમ અપીલ કરેલ હતી. અરજદારને પ્રથમ અપીલ સુનાવણી વખતે ઓળખ કાર્ડ રજૂ કરવા જણાવેલ. જેથી અરજદારે આધારકાર્ડ રજૂ કરેલ હતું.
આધારકાર્ડમાં અરજદારની અટક ઠાકોર હતી અને અરજીમાં અટક ઝાલા લખેલ હતી. તેથી અટક ફેર હોવાથી અપીલ સુનાવણીમાં ઝાલા અટકનો પુરાવો આપવા જણાવેલ હતું.
તેથી અરજદાર દ્વારા તા. ૩૦-૦૮-૨૪ ના રોજ ઝાલા અટક વાળુ લિવિંગ સર્ટિ. અરજી સાથે ઈન્વર્ડ કરાવવા વિજિલન્સ વિભાગમાં ગયેલ ત્યાં ઇન્વર્ડ કલાર્કે આસી. મેનેજર જનરલને મળવા જણાવેલ, જેથી અરજદાર આસી.મેનેજર જનરલને મળતા. તેઓએ જણાવેલ કે આ અરજી ઇન્વર્ડ નહિ થાય, તમારે જેની પાસે જવું હોય તેની પાસે જાવ.
જેથી અરજદારને ડી.વાય.એમ.સી. વિજિલન્સ ની ઓફિસમાં રજૂઆત કરવાની ફરજ પડી હતી. તેથી જવાબદાર અધિકારી દ્વારા વિજિલન્સ વિભાગમાં સૂચના આપતા તે અરજી આસી. મેનેજર જનરલને સ્વીકારવા માટે ઇન્વર્ડ ક્લાર્કને ઇન્વર્ડ કરવાની સૂચના આપવાની ફરજ પડી હતી..
કહેવાય છે કે વિજિલન્સ વિભાગમાં વર્ષોથી એકના એક જ અધિકારીઓ હોવાથી જોહુકમી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ હતું જે આજે પુરવાર થયાનું જાણવા મળેલ છે.
વિજિલન્સ વિભાગમાં અરજદારોની ફરિયાદોના નિકાલની કોઈ સમય મર્યાદા ન હોવાનું ખુદ વિજિલન્સ ડાયરેક્ટર દ્વારા જણાવેલ છે. તો શું ખરેખર વિજિલન્સ વિભાગમાં ફરિયાદના નિકાલની સમય મર્યાદા નથી ? જો ના હોય તો સમય મર્યાદા નક્કી કરવામાં આવે તો અરજદારને ઝડપી ન્યાય મળી રહે.
આસી.મેનેજર જનરલ દ્વારા અરજી લેવાની કોનાં ઇશારે ના પાડવામાં આવી હતી ? તેની તપાસ ના આદેશ મ્યું.કમિશનર દ્વારા આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..