વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૨-૦૯-૨૪..
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂની અસામાજિક બદીઓ કાર્યરત હોવાના અહેવાલ સતત પ્રસિદ્ધ કરી રહ્યું છે, તેમ છતાં માધુપુરા પોલીસ સ્ટેશનનો ડિસ્તાફ પોલીસ, પોલીસ ઇન્સ્પેક્ટર, બૂટલેગરો અને કહેવાતા વહીવટદારની મિલીભગતથી હાલમાં પણ અસંખ્ય દેશી, વિદેશી દારૂનું વેચાણ જાહેરમાં તેમજ ખાનગી રાહે થઈ રહ્યું હોવાની ચોકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યુઝને મળવા પામેલ છે.
માધુપુરા મહાજન ના દવાખાના પાસે મનીયો નામનો બુટલેગર વર્ષોથી એકની એક જગ્યાએ મહિને હજારો લીટર દેશી દારૂ વેચી રહ્યો છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અસામાજિક બદીઓ સદંતર બંધ થાય તે માટે જે તે વિસ્તારની સ્થાનિક પોલીસે સતત કાર્યવાહી કરવા અંગેના ઠરાવો કરેલા છે. પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જાણીતી જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિઓ સક્રિય છે કે નહીં ?તેની જાત ખરાઈ કરી. તે બાબતે નોંધ કરવા પણ અનેક સૂચનાઓ આપેલ છે. તેમ છતાં ઝોનના ડીસીપી દ્વારા આ અંગે કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાથી માધુપુરા વિસ્તારમાં અસામાજિક બદીઓના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હોવાનું જાણવા મળેલ છે.
માધુપુરા વિસ્તારમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એકની એક જ જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિઓ કાર્યરત છે કે નહીં ? તેની જાત ખરાઈ કર્યા પછી, જે નોંધ કરવામાં આવે છે તે નોંધની તપાસ ડીસીપી દ્વારા કરાતી હોત તો આ માધુપુરા વિસ્તારમાં એક જ જગ્યાએ વર્ષોથી જે અસામાજિક બદીઓ કાર્યરત છે તે બદીઓ ઉપર કદાચ અંકુશ આવ્યો હોત ? તેવું જાગૃત પ્રજા જણાવી રહી છે..
માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં (૧) શ્રવણ અને શારદા નામની બુટલેગર કાલુપુર શાકમાર્કેટમાં માધુપુરા ખાતે દેશી દારૂનું થઈ રહેલ વેચાણ… (૨) ટપો નામના બુટલેગર દ્વારા રામલાલના ખાડે માધુપુરા ખાતે દેશી દારૂનો મોટો વેપાર..(૩) જબુ નામની બુટલેગર શંકર ભુવનના દવાખાનાની પાછળ માધુપુરા ખાતે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું માધુપુરાની જાગૃત પ્રજાને ખબર છે ! તો પોલીસ ઇન્સ્પેકટર અને વહીવટદારને ખબર ના હોય ? તે કેવી રીતે માની શકાય..?
ખેર જે હોય તે જન સમૃદ્ધિ ન્યૂઝના આ અહેવાલ પછી માધુપુરા વિસ્તારમાં ચાલતી આ દેશી-વિદેશી દારૂની બદીઓનું વેચાણ કરતા બુટલેગરો ઉપર ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરી, કાયમી ધોરણે આ બદીઓ બંધ કરવાના આદેશ ડીસીપી દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
માધુપુરા વિસ્તારમાં અબ્બાસ, જેરાના, વિનોદ, પપ્પુ અને કુણાલ નામના બુટલેગરો કઈ કઈ જગ્યાએ દેશી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..