Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા વિસ્તારમાં ગે.કા.બાધકામોનો રાફડો..! ગોલવાડ, રતનપોળ ખાતેના બાધકામમાં ફક્ત કાગળની જ કાર્યવાહી શા માટે..? તપાસ ના નામે મીંડું..

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
તા. ૩૧-૦૮-૨૦૨૪
રીમાઇન્ડર -૦૨, — તા. ૦૨-૦૯-૨૪

ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર ગામીતના રાજમાં બિલ્ડરોને લીલા લહેર…!

જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા તા. ૩૧-૦૮-૨૪ ના રોજ ખાડિયા – ૦૧ વોર્ડમાં અસંખ્ય ગે.કા. બાધકામોમાં ફક્ત કાગળની કાર્યવાહી કરી, ભ્રષ્ટાચાર આચરી કાયદાનો અમલ વોર્ડ ઇન્સ્પેક્ટર કરતા ન હોવાના અહેવાલ પ્રસિદ્ધ કરી, ઝોનના ડે. એસ્ટેટ સોફિસરને માહિતગાર કર્યા હતા.

તેમ છતાં ગોલવાડ, બહુચર માતાના મંદિર પાસે, રતન પોળ ખાતે સીલ મારેલ રેસી. મકાનનો કોમર્શિયલમાં હેતુફેર કરી, કામગીરી પૂર્ણ કરેલ હોવાની માહિતી મળેલ છે.

કહેવાય છે કે રાજકીય નેતાના ઇશારે ભ્રષ્ટાચાર આચરેલ હોવાથી અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ કરવામાં તેઓના હાથ ધ્રુજી રહ્યા હોવાનું જાણવા મળેલ છે..

ગોલવાડ ખાતેના સીલ મારેલ આ રેસી. મકાનમાં હેતુફેર કરી.. કોમર્શિયલ વપરાશ કરવા પાછળ કોની કોની સંડોવણી છે તેની તપાસ મ્યુ. કમિશનર દ્વારા કરાવવામાં આવે તે જરૂરી છે…

દીપકલા શો રૂમ, રતનપોળ ખાતે કાર્યરત બાધકામ કાયદેસર..? કે ગેર કાયદેસર..? તપાસ જરૂરી.. વધુ વિગતો સાથે જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ….


ખાડિયા વિસ્તારમાં ગે.કા.બાધકામોનો રાફડો..! ગોલવાડ, રતનપોળ ખાતેના બાધકામમાં ફક્ત કાગળની જ કાર્યવાહી શા માટે..? તપાસ ના નામે મીંડું..