ખાડિયા – ૧ વોર્ડમાં રીપેરીંગ ની મંજુરી વાળા બાધકામો હોય કે મંજૂરી વગરના ગે.કા. બાધકામો હોય તેવા મોટાભાગના બાધકામોમાં વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીત કાયદાનો તો અમલ કરતા નથી સાથે સાથે કમિશ્નરના આદેશ અને શરતોનું પણ પાલન કરતા ન હોવાનું ઝોનના ડે. એસ્ટેટ ઓફિસર જાણતા હોવા છતાં કમિશનરનાં આદેશનું પાલન કરાવી શકતા ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે..
ફતાસા પોળની સામે, ગાંધી રોડ ખાતેના રીપેરીંગની મંજૂરી વાળા બાધકામમાં મકાનને જમીનદોસ્ત કરી, એકત્રીકરણ કરી, હાઇટમાં વધારો, ક્ષેત્રફળમાં વધારો અને માળ માં પણ વધારો કરી મ્યું. કમિશનર દ્વારા બનાવેલ શરતોનો ખુલ્લેઆમ ભંગ એન્જિનિયર તથા બિલ્ડર દ્વારા થઈ રહ્યો હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીત આ બાધકામને સીલ મારી કાયદાનો અમલ કરતા ન હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં ખાડિયા -૧ વોર્ડમાં કર્ણાવતી માર્કેટની પાસે, મહાજનના દવાખાનાની બાજુમાં દુકાનની ઉપર બે માળ ગે. કા. બની રહ્યા હોવાની રજૂઆત જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા મધ્ય ઝોનના ડે. મ્યું. કમિશનર, ખાડિયા વોર્ડના આસી. મ્યું. કમિશ્નર, ડે. એસ્ટેટ ઓફિસર અને વોર્ડ ઇન્સ્પેક્ટરને કરેલ હોવા છતાં કાયદાનો અમલ ના થતાં આ બાધકામ પરિપૂર્ણ થવાના આરે આવી ગયું હોવાનું જાણવા મળેલ છે.
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં જવાબદાર વોર્ડ ઇસ્પેક્ટરો, બિલ્ડરો અને એન્જિનિયરોની ભ્રષ્ટાચારિક નીતિના કારણે જાગૃત નાગરિકો દ્વારા કરેલી ફરિયાદો પછી વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા કાયદાકીય કેવા પ્રકારના પગલા ભરવામાં આવ્યા ! તે કામગીરી જાણવા માટે આરટીઆઇના કાયદાનો ઉપયોગ કરતા જાગૃત નાગરિકોને માહિતી અધિકાર અધિનિયમની કલમોનું ખોટું અર્થઘટન કરી વોર્ડ ઇન્સ્પેક્ટરોએ આચરેલ ગેરરિતીઓના ઢાંક પીછોણા મધ્ય ઝોન એસ્ટર વિભાગના એચ.ઓ. ડી. ડે. એસ્ટેટ ઓફિસર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સવાલ એ થાય છે કે ઝોનમાં સબ ઇન્સ્પેકટર, વોર્ડ ઇન્સ્પેક્ટર, આસી. ટી. ડી.ઓ., ડે. એસ્ટેટ ઓફિસર, આસી.મ્યું.કમિશ્નર અને ડે. મ્યુ.કમિશનર હોવા છતાં યોગ્ય કાયદાનો અમલ ઉચ્ચ અધિકારીઓ કરાવી શકતા ન હોય તો આ બધા અધિકારીઓને કરવાના શું ? કે જેઓ કાગળ ઉપર સબ સલામત નું ચિત્ર બતાવી, વોર્ડ ઇન્સ્પેક્ટર ઉચ્ચ અધિકારીઓને ઉધા ચશ્મા પહેરાવી રહ્યા હોવાનું જાણવા છતાં.. ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરતા ન હોવાનું મનોમંથન જાગૃત નાગરિકો કરી રહ્યા છે..
ત્યારે હવે ખુદ મ્યું. કમિશ્નર ફતાસા પોળ પાસે ચાલતા બાધકામની અને કર્ણાવતી માર્કેટ પાસે ચાલતા બાધકામ ની જાત તપાસ કરે તો તેમાં ગેરરીતીઓ પકડાય તો નવાઈ નહી…?
કહેવાય છે કે ખાડિયા ૧-૨ વોર્ડ ઇન્સ્પેક્ટરે પોતે આચરેલી ગેરરિતીઓની અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી ના પડે તે માટે આર. ટી. આઈ. ની કલોમોનું ખોટું અર્થઘટન કરી, અરજદારોને માહિતીનો જવાબ ઉડાઉ આપી રહ્યા હોવાનું અને માગેલ નકલો આપતા ન હોવાથી.. અરજદારોને આ બાબતે રજૂઆત કરવી હોય તો રૂબરૂ રજૂઆત કરી શકતા ન હોવાનો ગણગણાટ સંભળાતો જોવા મળે છે.
બીજું એ કે અરજદારોની ફરિયાદનો નિકાલ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં થતો ન હોવાથી, અરજદારો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેથી મ્યું. કમિશ્નર દ્વારા ફરિયાદોના નિકાલ બાબતે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી, આઉટ વર્ડ નંબર પાડી..અરજદારોને જવાબ લખી, પત્ર દ્વારા યોગ્ય અને સાચો જવાબ આપવામાં આવે ! તેવી જાગૃત પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે…
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..