ખાડીયા ૧ વોર્ડમાં સિટી સર્વે નંબર ૪૭૧ અને ૪૭૨ માં ફતાસાપોળની સામે, જૈન દેરાસર પાસે, ગાંધીરોડ ખાતે રીપેરીંગની મંજૂરી મેળવી કામગીરી ચાલુ કરેલ હતી. આ કામગીરીમાં નિયમ વિરુદ્ધ બાધકામમાં એક્તરીકરણ કરી, હયાત બાંધકામના ઉપયોગમાં ફેરફાર કરી, ક્ષેત્રફળમાં અને ઊંચાઈમાં વધારો કરી અને જૂની ઈમારતમાં ગ્રાઉન્ડ અને પ્રથમ માળ હતો, તેમાં નવા બાધકામમાં વધારાના માળનો ઉમેરો કરી…કમિશનર દ્વારા બનાવેલ નિયમો અને શરતોનો ભંગ કરી, બાંધકામ કરી રહ્યા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ અને મધ્ય ઝોનને, નગર વિકાસ અધિકારીને, ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીના ચેરમેનને તેમજ વિજિલન્સ ઓફિસર એસ્ટેટ ટીડીઓને કાયદાનો અમલ કરવા માટે જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ફરિયાદો કરેલ હતી.
આ ફરિયાદો કર્યા પછી જુદા જુદા વિભાગો દ્વારા કાયદાનો અમલ ના થતા ! જનસમૃદ્ધિ ન્યુઝ ના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિને આરટીઆઇ ના કાયદાનો ઉપયોગ કરવાની ફરજ પડેલ હતી.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા કરેલ આરટીઆઇમાં ફરિયાદો કર્યા પછી (૧) એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરેલ કાર્યવાહીની નકલો માંગેલ હતી. (૨) જુના મકાનની હાઇટ હતી તે હાઇટ નું અને નવા બાધકામ કરેલ હાઇટના નોધેલ માપણીની માહિતી માગેલ હતી. (૩) જુના યુનિટ (માળ) ની સંખ્યા અને નવા બાંધકામના યુનિટની સંખ્યા માંગેલ હતી (૪) બાંધકામના ટેક્સ બિલની નકલ માંગેલ હતી (૫) બાંધકામની ચકાસણી વખતે તૈયાર કરેલ અહેવાલ /રોજકામની નકલ માંગેલ હતી (૬) બાંધકામના સ્થળ સ્થિતિ ચકાસણીના દરેક તબક્કે ફોટોગ્રાફ લીધેલ હતા તે ફોટોગ્રાફની નકલ માંગેલ હતી અને (૭) આ બાંધકામને આપેલ રજા ચિઠ્ઠીની નકલ માંગેલ હતી.
આ તમામ માહિતી ફાઇલ ઉપરના કાગળોની અને આપવા લાયક માહિતી હોવા છતાં ખાડીયા એક વોર્ડના જાહેર માહિતી અધિકારી અને વોડી ઇન્સ્પેક્ટર પંકજ ગામિત દ્વારા જવાબમાં જણાવેલ કે આ માહિતી વ્યક્તિગત હોવાથી, માહિતી અધિકાર અધિનિયમની કલમ ૮ (૧) (ઠ) મુજબ આવી વ્યક્તિગત ઉપલબ્ધ રેકર્ડ આધારિત માહિતી આપવા પાત્ર નથી.
અમો અરજદારે આરટીઆઇની અરજીમાં વ્યક્તિગત અંગત જીવનને લગતી તેમજ વ્યક્તિના જીવનમાં હસ્તક્ષેપ થાય તેવી કોઈ માહિતી માગી નથી. ફક્ત અને ફક્ત ફાઈલ ઉપરના કાગળોની જ માહિતી માંગેલ છે, તેમ છતાં જાહેર માહિતી અધિકારી અને ખાડિયા-૧ વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીત દ્વારા ફતાસા પોળ પાસેના મંજૂર થયેલ મસમોટા બાંધકામમાં નિયમો અને શરતોના ભંગ બાબતે ચકાસણી ન કરી, ફરજ પ્રત્યે બેદરકારી દાખવી. ભ્રષ્ટાચાર આચરવાના આશયે આરટીઆઇ ની અરજીઓનો ઉડાઉ અને ગેરમાર્ગે દોરનારા જવાબો કરી, આડકતરી રીતે એન્જિનિયરોને મદદ રૂપ થઇ રહ્યા હોય તેવું જાગૃત નાગરિકોને લાગી રહ્યું છે.
અમો દ્વારા માંગેલ માહિતી ફાઈલ ઉપરના કાગળોની માહિતી માગેલ છે જે નિયમ અને કાયદા મુજબ આપવા પાત્ર હોવા છતાં ખાડિયા -૧ વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીત ન આપીને આરટીઆઇના કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા હોવાનું તેઓના આપેલ જવાબ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યું. કમિશનર રમ્યકુમાર ભટ્ટ અને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહ દ્વારા તાકીદે ફતાસા પોળના કાર્યરત મસમોટા બાંધકામમાં વિજિલન્સ વિભાગને તપાસના આદેશ આપવામાં આવે અને જવાબદાર અધિકારી/કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..