Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પશ્ચિમ ઝોનના જાહેર રોડ પરના દબાણો દૂર કરાય છે ત્યારે ધી તુલસીનગર સોસાયટીના પ્લોટ નંબર ૨૭ ઉપર થયેલ ગે.કા. દબાણને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કયા કારણોથી દૂર કરતા નથી ? તેની તપાસ થવી અત્યંત જરૂરી…

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર આવેલ ફુટપાથો ઉપર વર્ષોથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે ! તેમ છતાં તંત્ર ફક્ત કરવા પુરતી કાર્યવાહી કરી ! પોતે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે તેવો ડોળ ઉભો કરી રહ્યા છે. કારણ કે જે જગ્યાએથી દબાણ દૂર કર્યું તે જગ્યાએ થોડા દિવસ પછી પાછું દબાણ થયેલું જોવા મળતું હોવાનું જાણવા મળેલ છે..

મળેલી માહિતી મુજબ પશ્ચિમ ઝોનના નવા વાડજ વોર્ડમાં પ્લોટ નં. ૨૭, ધી તુલસી નગર કો.ઓ.હા. સો.લી., જૂના વાડજ ખાતે આવેલ છે. આ પ્લોટ ઉપર માથાભારે સખ્સ દ્વારા પ્લોટ નં. ૨૭ ઉપર ગે.કા. દબાણ કરેલ છે. આ ગે.કા. દબાણને દૂર કરવા અરજદાર વિજયભાઈ પરમાર દ્વારા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ડે. એસ્ટેટ ઓફિસરને રૂબરૂમાં તેમજ લેખિત અનેક ફરિયાદો કરેલ છે, તેમ છતાં કાયદાનો અમલ કરતા ન હોવાનો અહેસાસ જાગૃત નાગરિક વિજયભાઈ પરમાર કરી રહ્યા છે..

ત્યારે જાગૃત નાગરિક જણાવી રહ્યા છે કે જે રીતે જાહેર રોડ પરના ગે.કા. દબાણો દૂર કરાય છે તે ખુબજ સારી કામગીરી છે.

જોવા જેવી હકીકત એ છે કે નવા વાડજ વોર્ડમાં આવેલ ધી તુલસી નગર સોસાયટી ના પ્લોટ નં. ૨૭ ઉપરના ગે.કા. દબાણ વિરુદ્ધ એસ્ટેટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૦૯ માં ૨૬૦(૨) ની નોટિસ દબાણ કરનારને આપેલ છે. હાલમાં વર્ષ ૨૦૨૪ ચાલુ છે, લગભગ ૧૫ વર્ષ પૂર્ણ થવા છતાં કાયદાનો અમલ ડે. એસ્ટેટ ઓફિસર શા માટે કરતા નથી ? કાયદાનો અમલ કરવામાં ભેદભાવ શા માટે ? કાયદાને ખિસ્સામાં રાખી ભેદભાવ કરનાર ડે. એસ્ટેટ ઓફિસર પાસે અમદાવાદ મ્યું. કમિશ્નર થેન્નારેશન દ્વારા કાયદાનો અમલ ન કરવા બાબતે ખુલાસો લે ! તેવી અરજદાર વિજયભાઈ પરમારની માંગ છે…


પશ્ચિમ ઝોનના જાહેર રોડ પરના દબાણો દૂર કરાય છે ત્યારે ધી તુલસીનગર સોસાયટીના પ્લોટ નંબર ૨૭ ઉપર થયેલ ગે.કા. દબાણને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કયા કારણોથી દૂર કરતા નથી ? તેની તપાસ થવી અત્યંત જરૂરી…