જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અગાઉ ખોખરા પોલીસ સ્ટેશન, સરદાર નગર પોલીસ સ્ટેશન અને ત્યાર પછી માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચાલતી અસામાજિક બદીઓનો ચિતાર રજૂ કર્યો હતો. ત્યારબાદ બીજા અન્ય વિસ્તારોમાંથી પણ જાગૃત નાગરિકો દ્વારા કાર્યરત બદીઓની માહિતી જન સમૃદ્ધિ ન્યુઝને મળવા પામેલ છે.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં મહાજનના દવાખાના પાસે મનીયો નામના બુટલેગર દ્વારા જે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું તે દેશી દારૂનું વેચાણ જન સમૃદ્ધિ ન્યૂઝના અહેવાલ પછી ખાનગી રહે થઈ રહ્યું હોવાનું ! તેમજ સરિયાદેવના મંદિર પાસે, હઠીપુરા, માધુપુરા ખાતે ઇંગ્લિશ દારૂનું મોટાપાયે વેચાણ થતું હોવાની અને કાલુપુર શાક માર્કેટમાં, પેશાબ ખાનાની સામે શ્રવણ નામના બુટલેગર દ્વારા દેશી દારૂનું મોટા પાયે વેચાણ કરી રહ્યા હોવાની ચર્ચા માધુપુરા વિસ્તારમાં ચર્ચાઈ રહી છે.
મેઘાણીનગર પોલીસ સ્ટેશન ની વાત કરીએ તો સંતોષી માતા ના મંદિર પાસે, હોળી ચકલા, અસારવા ખાતે પપ્પુ પડદાવાળાના ત્યાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળેલ છે.
શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં બેઠકની સામે, મ્યુનિસિપલ સ્કૂલની બાજુની ગલીમાં, અસારવા ચકલા ખાતે દિનેશ નામના બુટલેગર દ્વારા દેશી દારૂનું વેચાણ થતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં અસારવા રેલવે યાર્ડ, ઈદગા ક્રોસિંગની અંદર, રૂકશાના નામની બુટલેગર દ્વારા ખૂબ જ મોટા પાયે દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની પણ ચોકાવનારી માહિતી મળેલ છે.
આમ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દેશી દારૂનું જાહેરમાં તેમજ અંદરખાને ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાથી વિસ્તારના ડીસીપી દ્વારા તેઓના સ્કોડને ગુપ્ત રાહે કામગીરી સોંપવામાં આવે તો આ દેશી દારૂના થઈ રહેલ વેચાણનો પડદાફાશ થાય તો નવાઈ નહીં ?
અમદાવાદ શહેરમાં બીજા અન્ય વિસ્તારોમાં કાર્યરત અસામાજિક બદીઓનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ….
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..