
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા વિસ્તારમાં મહાજન ના દવાખાના પાસે બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના અહેવાલ તારીખ ૨૫-૦૮-૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કર્યા હતા, તેમ છતાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું હોવાની માહિતી મળેલ છે.
વધુમાં બીજી ચોંકાવનારી માહિતી મળેલ છે કે સરિયા દેવના મંદિર પાસેની ગલીમાં ભીલ નામના બુટલેગર ઈંગ્લીશ દારૂનું હોલસેલ કટિંગ અને રિટેલનું વેચાણ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે…

માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં વહીવટદાર દ્વારા અસામાજિક બદીઓને છૂટો દોર આપેલ હોવા છતાં જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર કયા કારણોથી આ બુટલેગરો ઉપર ગુનો દાખલ કરતા નથી ? તેની તપાસના આદેશ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે.