અમદાવાદ શહેરમાં તહેવારોના દિવસે જ દેશી વિદેશી દારૂના અડ્ડાઓનો શરૂ થયેલ ધમધમાટ…!

અમદાવાદ શહેરના મોટાભાગ ના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને વહીવટદારોને કાયદાનો જરાય ડર ન હોવાનું જાગૃત નાગરિકોની ચર્ચાઓ ઉપરથી જણાઈ આવે છે…
જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા થોડા દિવસ પહેલા ખોખરા વિસ્તારમાં ત્યાર પછી માધુપુરા વિસ્તારમાં અને હવે સરદાર નગર વિસ્તારમાં શિવા નામના બુટલેગર દ્વારા સૂતર ના કારખાના ચાર રસ્તા, નરોડા રેલ્વે સ્ટેશન રોડ ઉપર ખુલ્લેઆમ દારૂ નો અડ્ડો ચલાવી રહ્યો હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.
કહેવાય છે કે સરદાર નગર વિસ્તારમાં નાસી છૂટેલા અને ભાગેડુ બૂટલેગરોનું આશ્રય સ્થાન હોવાનું વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે ! તો સ્થાનિક પોલીસ ને જાણ નઈ થતી હોય તે કેવી રીતે માની શકાય…?
મળેલી માહિતી મુજબ આ શિવા નામના બુટલેગરને દેશી દારૂનું વેચાણ કરવાની સરદાર નગર પોલીસ સ્ટેશનના વહીવટદારે મૌખિક મંજૂરી આપી હોવાથી..! આ બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવતો ન હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે…
જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી ખોખરા ડી.સી.પી., માધુપુરા ડી.સી.પી. અને સરદાર નગરના ડી.સી.પી. દ્વારા તેઓની સ્કોડ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે..
હવે એ જોવાનું રહ્યું કે ખોખરા, માધુપુરા અને સરદાર નગર ડી.સી.પી. આ દારૂની બદીઓને કાયમી ધોરણે બંધ ક્યારે ? અને કેવી કાર્યવાહી કરે છે ? તે જોવું રહ્યું..
Average Rating
More Stories
અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસ, શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલ અને શેઠ મા. જે. પુસ્તકાલય નું વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી.
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા