Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

માધુપુરા મહાજનના દવાખાના પાસે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો કોણ છે આ બુટલેગર…?

માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદારના રાજમાં ઠેર ઠેર અસામાજિક બદીઓને આપેલો છૂટો દોર..!

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક બદીઓને સદંતર બંધ કરવાના કડક આદેશો આપેલા છે તેમ છતાં માધુપુરા વિસ્તારમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવાની મૌખિક મંજૂરી માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદાર દ્વારા આપવામાં આવી હોવાની ચર્ચા માધુપુરા વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

કહેવાય છે કે માધુપુરા મહાજન ના દવાખાના પાસે એમ. નામના બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરવાની મૌખિક મંજૂરી વહીવટદાર દ્વારા આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે આ અંગેની જાણ માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. ને છે કે કેમ ? તેની તપાસ ડી.સી.પી. દ્વારા હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે..!

માધુપુરામાં હઠીપુરાની ચાલી, ગણપતપુરા ની ચાલી, અંબાજી માતાના મંદિર પાસે, દિલ્હી દરવાજા પાસે, ઠાકોરવાસ જોગણી માતાના મંદિર પાસે, દિલ્હી દરવાજા શાકમાર્કેટ પાસે અને કાલુપુર શાકમાર્કેટમાં કયા કયા બુટલેગરોને દેશી વિદેશી દારૂનું વેચાણ કરવાની મૌખિક પરવાનગી વહીવટદાર દ્વારા આપવામાં આવી છે ! તેનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..

ટોરેન્ટ કંપનીવાળા, શાહીબાગ રોડ ઉપર લક્ઝરી બસોના પાર્કિંગ થી પ્રજા ત્રાહિમામ…!

નમસ્તે સર્કલ પાસે અને ટોરેન્ટ ની ઓફિસના જાહેર રોડ ઉપર લક્ઝરી બસોના ગે.કા. પાર્કિંગ વિરુદ્ધ કાયદાનો અમલ નહીં કરવા માટે માધુપુરા પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોવાથી હાઇકોર્ટ ના આદેશ ની પણ અવગણના કરતા હોવાનું જાણવા મળેલ છે જેનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃધ્ધી ન્યૂઝ…


માધુપુરા મહાજનના દવાખાના પાસે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો કોણ છે આ બુટલેગર…?