ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં કાર્યરત અસામાજિક બદીઓને પી.આઇ. કાયમી ધોરણે બંધ કરાવે તેવી સ્થાનિક પ્રજાની માંગ..!
અમદાવાદ શહેરમાં દારૂ, સટ્ટો અને જુગાર જેવી અસામાજિક બદીઓ કાયમી ધોરણે બંધ રહે.. તે માટે હાલના પોલીસ કમિશનર અને તેમની તાબાનો પી.સી.બી. વિભાગ ઠેર ઠેર રેડો કરી ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે..
પરંતુ ખોખરા વિસ્તારમાં ભગવાનદાસની ચાલીમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળેલ છે. જેથી જન સમૃદ્ધિ ન્યૂઝના માધ્યમથી ધ્યાન દોરવાનું કે આ ભગવાનદાસ ની ચાલીમાં જો અસામાજિક બદીઓનું વેચાણ થતું હોય ! તો કાયમી ધોરણે જવાબદાર અધિકારી બંધ કરાવે તેવી જાગૃત પ્રજાની માંગ ઉઠવા પામી છે.
કહેવાય છે કે ખોખરા વિસ્તારમાં અસામાજિક બધીઓને ચાલુ રાખવા માટે જય નામના ઇસમ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ ચલાવનાર બૂટલેગરો પાસેથી વહીવટ ઉઘરાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ખોખરા વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
જેથી ખોખરા વિસ્તારમાં જે જે જગ્યાએ અસામાજિક બદીઓ કાર્યરત હોય.. તેને કાયમી ધોરણે બંધ કરવાના આદેશ ખોખરા પીઆઇ દ્વારા આપવામાં આવે તેવું સ્થાનિક પ્રજા ઇચ્છિ રહી છે.
ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં કાર્યરત અસામાજિક બદીઓનો વિસ્તૃત ચિતાર અને મેઈન વહીવટ કે જે રિટાયર્ડ પોલીસ કર્મી કરી રહ્યો હોવાનું જાણવા મળેલ છે. તો આ કોણ છે રિટાયર્ડ પોલીસ કર્મી. ? તેનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..