જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
વર્ષ ૨૦૧૭માં અમલ મુકાયેલ ડોર ટૂ ડોર વેસ્ટ કલેકશન વ્યવસ્થામાં મૂકવામાં આવેલ વાહનો જુનાં થઈ ગયેલ હોઈ અને અવાર-નવાર બ્રેકડાઉન થતાં હોય શહેરમાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતા મ્યુનિસિપલ સોલીડ વેસ્ટને ઉપાડવાની કામગીરી પર પડી રહેલ અસરનાં કારણે શહેરની સ્વચ્છ છબી જાળવી રાખવાના હેતુસર શહેરની ભૌગોલિક સ્થિતિ, રહેણાંક-વાણિજિયક અને અન્ય એકમોની સંખ્યા, કચરાના જથ્થો તેમજ સ્વચ્છ ભારત મિશન અન્વયે અલગ-અલગ કચરાના નિકાલની જરૂરિયાત – પ્રોસેસિંગ પ્લાન્ટની જરૂરિયાત જેવી વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને નવી લાંબા ગાળાની યોજના સાથે દેશના અન્ય શહેરોમાં આવી વ્યવસ્થાનો અભ્યાસ કરી ટેન્ડર દ્વારા ક્વોલીફાય થયેલ એજન્સીઓને નવેસરથી। ડોર ટુ ડોર / ગેટ મ્યુનિસિપલ વેસ્ટ કલેકશન સિસ્ટમની કામગીરી ચાલુ વર્ષ -2024 માં સોંપવામાં આવેલ.
જે અન્વયે આજ તા.18.08.2024 ના રોજ માન. સંસદસભ્ય, ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્દહસ્તે પાંચા તળાવ પાસેનો ખુલ્લો પ્લોટ, પ્રહલાદ નગર રોડ, વેજલપુર, અમદાવાદ ખાતે વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનાં લૌકાર્પણ અને ખાતમુહૂર્તનાં કાર્યક્રમમાં શહેરના 07 ઝોનમાં ડોર ટુ ડોર / ગેટ ધોરણે મ્યુનિસિપલ વેસ્ટ કલેક્શન સિસ્ટમની આ કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે.
આજ રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકાર, વિશેષ ઉપસ્થિતિ માન. મંત્રીશ્રી, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો,ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, ગુજરાત અને પ્રભારી મંત્રી, અમદાવાદ શ્રી ઋષિકેશ પટેલ તથા માન રાજ્યકક્ષા મંત્રી, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી,પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા), ગુજરાત શ્રી જગદીશ વિશ્વકમાં, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં માન.મેયરશ્રી પ્રતિભાબેન જૈન, માન.નાયબ મેયર શ્રી જતીનભાઈ પટેલ, માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, માન. પક્ષ નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, માન.દંડક શ્રી શીતલ ડાગા અને માન. મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નરસન સહિત માન.સાંસદસભ્યશ્રીઓ વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલ હતા.
તા.18/08/2024 થી ડોર ટુ ડોર / ગેટ મ્યુનિસિપલ વેસ્ટ કલેકશન સિસ્ટમની આ કામગીરીનો 07 ઝોનનાં 07 વોર્ડમાં પ્રથમ શુભારંભ કરવામાં આવેલ છે. ત્યારબાદ સમયાંતરે 4/5 દિવસમાં વધુ વોર્ડમાં કામગીરી શરૂ કરશે અને આ રીતે તબક્કાવાર એક માસમાં સમગ્ર શહેરનાં 48 વોર્ડમાં ડોર ટુ ડોર / ગેટ મ્યુનિસિપલ વેસ્ટ કલેકશન સિસ્ટમની આ કામગીરી 100 % ધોરણે શરૂ કરી દેવામાં આવશે.
ડોર ટુ ડોર / ગેટ ધોરણે મ્યુનિસિપલ વેસ્ટ કલેકશન સિસ્ટમની આ કામગીરી બાબતે નોંધનીય સુધારાઓ કરવામાં આવેલ છે જેની વિગતો નીચે મુજબ છે.
અગાઉ ૧૫૦૦ થી ૨૦૦૦ ઘરો વચ્ચે 01 વાહન રાખવામાં આવેલ હતું જે નવી સિસ્ટમ હેઠળ ઘરે- ઘરેથી) કચરાના સમયસર કલેક્શનની કામગીરી સારું ૧૦૦૦ થી ૧૨૦૦ ઘરો જ 01 વાહનને કવરેજ માટે અપાશે.જે અનુસાર આ વ્યવસ્થામાં અંદાજે 1850 જેટલા વાહનો ઉપયોગમાં મુકવામાં આવનાર છે.
આ સિસ્ટમ હેઠળના તમામ વાહનો કલોઝ બોડી કંપાર્ટમેન્ટવાળા જ રહેશે જેથી કચરો રસ્તા ઉપર ઉડવાની કે ઢોળાવાની શક્યતા રહેશે નહી.
રેસીડેન્સીયલ યુનિટ જેવા કે બંગલો, ટેનામેન્ટ, એપાર્ટમેન્ટ, પોળ, ચાલ, વિગેરે તથા કોર્મશીયલ યુનિટ જેવા કે કોમ્પલેક્ષ, દુકાનો જેવી કે કરીયાણા, પાર્લર, ડેરી પ્રોડકટ, દવાની દુકાન, કાપડની દુકાન, વિગેરેમાંથી તો કચરો લેવામાં આવશે. આ ઉપરાંત ધાર્મિક સંસ્થા, એજયુકેશન સંસ્થા, બેંક, ગર્વમેન્ટ સંસ્થા વિગેરેમાંથી પણ કચરો લેવામાં આવશે.
ધાર્મિક સ્થાનોનો કચરો અલગ વાહન દ્વારા એકત્ર કરવામાં આવશે અને આ કચરો સીધો જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોસેસીંગ યુનિટ સુધી લઇ જવામાં આવશે.
ડોર ટુ ડોર વેસ્ટ એકત્રીત કરવાની આ કામગીરી રહેણાંક એકમોમાં સવારે ૬ થી બપોરનાં ૨ કલાક અને કોર્મશિયલમાં – સવારે ૯ થી ૧ અને સાંજે ૬ થી રાત્રી ૧૦ દરમ્યાન કરવામાં આવશે. જેનાંથી કોર્મશિયલ વિસ્તારોમાં રાત્રે બજારો – દુકાનો બંધ થયા બાદનો કચરો રસ્તાઓ પર આવતો અટકશે અને શહેર વધુ સ્વચ્છ બનશે.
વધુમાં ચાલી, પોળ સ્લમ જેવાં ગીચ વિસ્તારોમાં જયા મોટુ વાહન જઇ ના શકે ત્યા અ.મ્યુ.કો દ્વારા એજન્સી મારફતે ઈ રીક્ષા વાહનો મુકવામાં આવશે. જ્યાં ઈ રીક્ષા પણ જઈ ના શકે તેવા વિસ્તારો / સ્થળો માટે હેન્ડકાર્ટ કે મેનપાવર ઉપરાત જે સાંકડી ગલીમાં ફકત મેનપાવર મોકલીને પણ કચરો એકત્રિત કરવામાં આવશે.
દરેક વાહનમાં POI કવર કરવા માટે TPM (ટાઈમ પ્લેસ મૂવમેન્ટ) નક્કી કરવામાં આવશે જે મુજબ દરેક ડોર ટુ ડોર વાહને દરેક POI ને સમયસર કવરેજ કરવાનો રહેશે.
આ માટે ફકત સોસાયટીઓનાં મેઈન ગેટ પર પી.ઓ.આઈ. ના બદલે સોસાયટીઓની ભૌગોલિક સ્થિતિ, સ્થળ પરિસ્થિતિ વગેરે ધ્યાને લઇ સોસાયટીના મધ્ય અને અંત ભાગમાં પણ જરૂરિયાત અનુસાર POI નક્કી કરવામાં આવશે અને તે મુજબ દરેક POI કવરેજ કરવાના રહેશે. જે અનુસાર POI ની સંખ્યા વધારીને 50000 થી વધુ કરવામાં આવશે.
દરેક વાહનો પર AMC લગાવવામાં આવેલ છે જેને રાઉન્ડ ધી કલોક ચાલુ રાખવામાં આવશે જેના કારણે કવરેજનું વોર્ડ સ્તરે અસરકારક મોનીટરીંગ કરવામાં આવશે.
આ ઉપરાંત દરેક વાહનમાં ઓછામાં ઓછા ૪ પ્રકારનાં વેસ્ટ એકત્રિત કરવા માટેની સુવિધા રાખેલ છે જેમાં મુખ્યત્વે, ભીનો કચરો, સૂકો કચરો, ઘરેલ હેઝાર્ડસ કચરો, સેનેટરી વેસ્ટ અલગ અલગ એકત્ર કરવામાં આવશે. એજન્સી દ્વારા તેમનાં તમામ સ્ટાફને પુરતી ટ્રેનીંગ આપી કચરો સેગ્રીગેશન મોડથી એકત્ર કરવામાં આવશે આ માટે સ્વચ્છતા સુપરવાઇઝર અલગથી રાખવામાં આવશે જે ઘરે-ઘરે નાગરીકોને તેઓનાં કચરાને સેગ્રીગેશન કરી આપવા માટે સમજૂત કરશે.
નાગરિકોને ડોર ટુ ડોર વેસ્ટ ક્લેલશન સિસ્ટમમાં ઉપર મુજબ જણાવ્યા અનુસાર પોતાના ઘરોમાં રોજેરોજ ઉત્પન્ન થતા કચરાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરા પાડવામાં આવેલ લીલાં અને વાદળી રંગનાં લીટરબીનમાં સેગ્રીગેશન કરી અલગ-અલગ રાખી ડોર ટુ ડોર કલેક્શન વાહનમાં એ મુજબનાં અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં જ આપવા અપીલ કરવામાં આવે છે. જેના થકી કચરાને રિસાયકલ અને પ્રોસેસિંગ વધુ સરળતા થી કરી શકાશે તથા ડમ્પ સાઈટ પર જતાં કચરાની માત્રા ઘટાડી શહેરને ઝીરો વેસ્ટ સીટી બનાવવાનાં પ્રયાસને વધુ વેગ આપી શકાશે.
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..