

જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ.. ૮-૮-૨૪
અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે ગામતડ વિસ્તારમાં સિમેન્ટના કોન્ક્રીટ સમાન મસમોટી ગેરકાયદેસર ઇમારતો ઊભી થઈ ગઈ છે. જેનો રેકોર્ડ તંત્રમાં હોવા છતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટ કાયદાનો અમલ કરાવી શકતા નથી ! તેમજ જવાબદાર અધિકારી- કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ સક્ષમ ન હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની યોગ્ય કાર્યપ્રણાલી કરવાની જગ્યાએ જાગૃત નાગરિકો અને એક્ટિવિસ્ટોને બદનામ કરવાની જે ષડયંત્ર થઈ રહ્યું છે ! તેની જગ્યાએ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં કેમેરા લગાવી તેનું યોગ્ય મોનિટરિંગ હાથ ધરાય તો ખબર પડે કે તંત્રમાં કેવા પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી છે.
ખાડિયા વોર્ડમાં ફતાસાફોડની સામે ગાંધીરોડ ખાતેના મત મોટા બાંધકામમાં એકત્રીકરણ કરી વધારાનો એક માળ બનાવી ઈમારતના માલિક દ્વારા નિયમો શરતો અને કાયદાનો ભંગ કરેલ હોવાની ફરિયાદ જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા ડે. એસ્ટેટ ઓફિસર ચિંતનભાઈને રૂબરૂ કરેલ હોવાથી તેઓએ જણાવેલ કે હું સોમવાર સુધીમાં ફાઈલ મંગાવી કાર્યવાહી કરાવું છું.
જેથી જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની કચેરીએ તારીખ ૦૭-૦૮-૨૦૨૪ને મંગળવારના રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી. કચેરીની બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડે અંદર જવાની ના પાડી. અમોએ રજૂઆત કરી કે અમે પત્રકાર છીએ અને અમારે ખાડિયા વોર્ડમાં ચાલતા બાંધકામ બાબતની રજૂઆત અગાઉ કરેલ છે અને તે રજૂઆતના સંદર્ભે આજરોજ અમારે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને રૂબરૂ મળવાનું છે અને માહિતી મેળવવાની છે. તેમ છતાં સિક્યુરિટી ગાર્ડે પોતાની મનમાની જ ચલાવી હતી.
ત્યાર પછી જન સમૃદ્ધિ ન્યૂઝ ના તંત્રી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતનભાઈ એન્જિનિયરનો.. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ખાડિયાના મિલનભાઈ શાહનો અને મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર ભટ્ટનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. પરંતુ આ તમામ જવાબદાર અધિકારીઓએ ફોન રિસીવ કર્યો ન હતો.
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં એટલી હદે ભ્રષ્ટાચાર વકર્યો છે કે જવાબદાર અધિકારીઓ મીડિયાને કોઈ જવાબ આપવા તૈયાર નથી ? કે ટેલિફોન ઉપાડવા તૈયાર નથી ? તો આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગંભીર નોંધ લઈ પત્રકારો દ્વારા મંગાતી માહિતીનો જવાબ, જવાબદાર અધિકારીઓ શા માટે આપતા નથી ? તેનો ખુલાસો લેવો અત્યંત જરૂરી છે ?
સવાલ એ થાય છે કે ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીત કે તેઓના વોર્ડમાં ફતાસા પોળ પાસે, ગાંધી રોડ ખાતેના મંજૂર થયેલ મસમોટા બાંધકામમાં માલિક દ્વારા અલગ અલગ સર્વે નંબરોના એકત્રીકરણ કરેલ છે. અગાઉ ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર હતા તેની જગ્યાએ હાલમાં ઉપર વધારાનો માળ બનાવી દીધેલ છે. જૂના બાંધકામની હાઈટ કરતાં નવા બાંધકામમાં હાઈટ વધારેલ છે. અને જોવા જેવી વાત તો એ છે કે આ ઈમારતને ફક્ત રીપેરીંગની જ મંજૂરી આપેલ છે, પરંતુ આ ઈમારતના માલિક, એન્જિનિયર અને બિલ્ડર દ્વારા તેને પાયામાંથી દૂર કરી.. નવેસરથી ઇમારત બનાવી રહ્યા છે. જેની અનેક ફરિયાદો થઈ છે, જવાબદાર અધિકારીઓ કાયદાનો અમલ કરતા નથી, તેમ છતાં અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં કરવાની અને જાગૃત નાગરિકોને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું જાણવા મળેલ છે. ઉચ્ચ અધિકારીઓએ એ પણ જોવું રહ્યું કે બીજાને બદનામ કરતા પહેલા આપણે ફરજ પ્રત્યે યોગ્ય કામગીરી કરી રહ્યા છીએ કે કેમ ?
મધ્ય ઝોનના ડીવાયએમસી અને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરમાં ફરજ પ્રત્યે થોડી પણ લાગણી હોય, તો ફતાશા પોળ પાસે કાર્યરત મસમોટી ઈમારતમાં કાયદાનો અમલ કરાવી ! બે જવાબદાર વોર્ડ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસ, શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલ અને શેઠ મા. જે. પુસ્તકાલય નું વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી.
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા