Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના દરિયાપુર મસ્ટર સ્ટેશનમાં બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ બંધ હાલતમાં..!

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૨૬-૦૭-૨૦૨૪

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-૨ અને ૩ ના કર્મચારીઓની હાજરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ઝોનલ ઓફિસો તેમજ અન્ય કચેરીઓમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. અધિકારી/ કર્મચારીઓએ પોતાની હાજરી બાયોમેટ્રિક મશીનના માધ્યમથી પૂરવાની હોવાનું સર્ક્યુલર નંબર ૭૫ તારીખ ૧૩-૦૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.

દરિયાપુર મસ્ટર સ્ટેશનમાં સફાઈ કર્મચારીઓની હાજરી બાબતે અનેક ગેરરીતીઓ ચાલતી હોવાની તેમજ રેફ્યુઝમાંથી સફાઈ કામદારો જે આવેલા છે તે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોવા છતાં બારોબાર હાજરી પૂરાતી હોવાની ચોકાવનારી ફરિયાદ જન સમૃદ્ધિ ન્યુઝ ને મળવા પામેલ હતી.

દરીયાપુર મસ્ટર સ્ટેશનમાં સફાઈ કામદારોની હાજરી પણ બાયોમેટ્રિક સિસ્ટમ પદ્ધતિથી પુરાય તો હાલમાં જે હાજરી પૂરવા બાબતે જે ફરિયાદો થઈ રહી છે અને બીટો ના કામદારો હોવા છતાં બીટમાં સફાઈ થતી નથી તે બાબતે ગંભીર સમસ્યા કાયમી હોવાથી….

જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા તારીખ ૨૬-૦૭-૨૦૨૪ ના રોજ દરીયાપુર માસ્ટર સ્ટેશન ખાતે જઈ ગ્રાઉન્ડ લેવલે રિપોર્ટિંગ હાથ ધરતા ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

દરિયાપુર મસ્ટર સ્ટેશન ખાતે અધિકારી કર્મચારીઓની હાજરી પુરવાનું બાયોમેટ્રિક અટેન્ડન્ટ સિસ્ટમ જે લગાવેલ છે તે સિસ્ટમ જ બંધ હાલતમાં હોવાનું દેખાઈ આવે છે, તેમજ આ મસ્ટર સ્ટેશનની દિવાલો ઉપર પાનની પિચકારીઓ મારી ગંદકીનું સામ્રાજ્ય કાર્યરત હોવાનું આ ફોટોગ્રાફીમાં સ્પષ્ટ જણાઈ આવે છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બહાર ગંદકી કરતા એકમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તો પછી આ મસ્ટર સ્ટેશનમાં આ રીતે ગંદકી કરનાર તત્વો સામે પણ કાર્યવાહી હાથ ધરાય તે અત્યંત જરૂરી હોવાનું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે.

ત્યારે સવાલ એ થાય છે કે વોર્ડમાં ચાલતી ગેરરીતિઓની તપાસ અને જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરવાની જવાબદારી દરિયાપુર વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવેલી છે તેમ છતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આ દરિયાપુર મસ્ટર સ્ટેશનની મુલાકાત કયા કારણોથી નથી લઈ રહ્યા ? તેની તપાસ મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

દરીયાપુર મસ્ટરમાં ચાલતી અનેક ગેરરીતીઓની ફરિયાદ જન સમૃદ્ધિ ન્યુઝને મળવા પામેલ છે જેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…


સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના દરિયાપુર મસ્ટર સ્ટેશનમાં બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ બંધ હાલતમાં..!