

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૨૪-૦૪-૨૪
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનમાં સારંગપુર ખાતે આવેલ પૂરણી સેન્ટરને બંધ કરવા બાબતનું બ્લેક બોર્ડ લગાવવામાં આવેલ છે. તેમ છતાં ત્યાં હાલમાં પણ રોડા પથ્થરો ભરીને આવતા ટેમ્પા ચાલકો દ્વારા કોર્પોરેશનના કર્મચારીની સામે જ ઠલવાઈ રહ્યા હોવા છતાં કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.

તેવી જ રીતે પ્રેમ દરવાજા ખાતે આવેલ પૂર્ણ સેન્ટરમાં ચાર પૈડાની ગાડીના મોટા વાહન ચાલકોએ રોડા પથ્થરો નાખવા નહીં તે બાબતનું બ્લેક બોર્ડ લગાવેલ છે તેમ છતાં તે જગ્યાએ ચાર પૈડાના મોટા વાહન ચાલકો દ્વારા કોઈપણ જાતના ભય વિના કર્મચારીની હાજરીમાં રોડા પથ્થરો ઠાલવવાની કામગીરી તંત્રના જવાબદાર અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતી હોવાનું જાણવા મળેલ છે.

કહેવાય છે કે આ સારંગપુર અને પ્રેમ દરવાજા ખાતેના પૂરની સેન્ટરોમાં નિયમોનો ભંગ કરનારા તત્વો સામે રેડ્યુજ પી.એચ.એસ. ના ચાર હાથ હોવાથી ત્યાં લગાવેલ બોર્ડની સૂચનાનો અમલ થતો ન હોવાની માહિતી મળેલ છે.

રેફ્યુસ પી.એચ.એસ. દ્વારા આ બંને પૂર્ણિ સેન્ટરની યોગ્ય ચકાસણી હાથ ધરાતી ન હોવા છતાં ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર આ રેફયુઝ પીએચએસ વિરુદ્ધ કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરતા ન હોવાનું પણ જાણવા મળેલ છે.
આમ ડેપ્યુટી ડાયરેક્ટર અને રેફયુઝ પીએચએસ ની ફરજ પ્રત્યેની ભૂમિ ભૂમિકાને કારણે રોડા પથ્થરો નાખનાર ટેમ્પા ચાલકોને ઘી કેળા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
જેથી સારંગપુર ખાતે બંધ કરેલ પુરણી સેન્ટરમાં અને પ્રેમ દરવાજા ખાતે ચાર પૈડાના મોટા વાહનો દ્વારા ગેરકાયદેસર રોડા પથ્થરો જે ઠલવાઈ રહ્યા છે ત્યાં આવા તમામ વાહનોને જપ્ત કરવાના આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસ, શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલ અને શેઠ મા. જે. પુસ્તકાલય નું વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી.
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા