Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

દરીયાપુર વોર્ડમાં પ્રેમ દરવાજા ખાતે જુગલદાસની ચાલી નંબર ૫ પાસેનું ગે.કા. બાંધકામ પરિપૂર્ણ થઈ… વપરાશ ચાલુ થવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…!

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૨૩-૦૭-૨૪, અમદાવાદ.

અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ગેરકાયદેસર બાંધકામોની શરૂઆત થાય છે ત્યારથી જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો કરી, તંત્રમાં બિરાજેલ અધિકારી/ કર્મચારીઓને ફરિયાદો કરી કાયદાનો અમલ કરવા માહિતગાર કરતા હોય છે, તંત્રને માહિતગાર કર્યા પછી નોટિસો આપવામાં આવે છે, ગે.કા. બાધકામોને સીલ કરવામાં આવે છે અને સીલ કર્યા પછી આવા ગેરકાયદેસર બાંધકામોના માલિકો દ્વારા શીલ તોડી, બાંધકામ પરિપૂર્ણ કરી, વપરાશ ચાલુ થવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર આંખ આડા કાન કરી રહ્યા અંગેની ચોંકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળવા પામેલ છે.

દરિયાપુર વોર્ડમાં પ્રેમ દરવાજા ખાતે, જુગલદાસની ચાલી નંબર પ પાસેના ગે.કા. બાધકામને તંત્ર દ્વારા નોટિસો આપી, સીલ મારેલ હતું તેમ છતાં આ બાધકામ પરિપૂર્ણ થઇ વપરાશ ચાલુ કરેલ છે. આ અંગેની જાણ તંત્રને કરવા છતાં કાયદાનો અમલ થતો ન હોવાથી જન સમૃદ્ધિ ન્યૂઝને આ અહેવાલ પ્રસિદ્ધ કરવાની ફરજ પડેલ છે તેથી આ અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રને વાકેફ કરવામાં આવે છે કે આ ગે.કા. બાધકામને તાકીદે સિલ કરી, તેનો વપરાશ બંધ કરાવી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ કરવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


દરીયાપુર વોર્ડમાં પ્રેમ દરવાજા ખાતે જુગલદાસની ચાલી નંબર ૫ પાસેનું ગે.કા. બાંધકામ પરિપૂર્ણ થઈ… વપરાશ ચાલુ થવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…!