તારીખ : ૧૭-૦૫-૨૦૨૪, અમદાવાદ…
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટેના અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમ છતાં મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં અસામાજિક પ્રવૃત્તિઓનો ઈલેકશન પૂર્ણ થતાં જ ધમધમાટ શરૂ થઈ રહ્યો હોય તેવી માહિતી જન સમૃદ્ધિ ન્યુઝને મળવા પામેલ છે.
અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં (૧) કાલુપુર શાકમાર્કેટ ની અંદર (૨) દિલ્હી ચકલા ગોળલીમડા ખાતે આવેલ શાકમાર્કેટની બાજુમાં (૩) રામલાલના ખાડા પાસે, રિવરફ્રન્ટ જવાના રસ્તે (૪) માધુપુરા મહાજન ના દવાખાનાની બાજુમાં (૫) ધોબી ઘાટ ખાતે અને (૬) ઠાકોરવાસ ખાતે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું જાગૃત નાગરિકોને દેખાઈ રહ્યું છે, તો સ્થાનિક પોલીસને નહિ દેખાતું હોય તે કેવી રીતે માની શકાય ?
કહેવાય છે કે આ દેશી દારૂનું વેચાણ કરવા અને ગુનો નહિ નોંધવાના એક સ્ટેન્ડના દરરોજના ૮ થી ૧૦ હજાર રૂપિયાનું ભરણ ઉઘરાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળવા પામેલ છે.
તો માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂનું વેચાણ કરવાની મંજૂરી આપનાર કોણ છે ? અને વહીવટ લેનાર કોણ છે ? તેની તપાસના આદેશ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે…
માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડાનો વિડીયોગ્રાફી સાથેનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!