Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

વસ્ત્રાપુર તળાવના ફરતે દબાણો દૂર કરવાની પ્રસંશનીય કામગીરી કરતું ઉત્તર પશ્ચિમ ઝોન.

જન સમૃદ્ધિ ન્યૂઝ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા….

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીની રાહબરી હેઠળ ઈલે. વોર્ડ બોડકદેવમાં વસ્ત્રાપુર તળાવથી માનસી સર્કલ સુધીના રૂટ ઉપર મેગા દબાણ ડ્રાઈવના ભાગ રૂપે એસ્ટેટ/ટીડીઓ દ્વારા પોલીસ સ્ટાફ તથા ટ્રાફિક પોલીસની મદદ લઈ મેગા ડ્રાઈવ કરી વસ્ત્રાપુર તળાવના ફરતે તેમજ વસ્ત્રાપુર તળાવથી માનસી ચાર રસ્તા સુધીના રૂટ પરથી લૂઝ દબાણો/લારીઓ/શેડ/માર્જીન માંથી જાહેરાતના બોર્ડ દૂર કરેલ છે.

ઈલેક્શન વોર્ડ બોડકદેવ, થલતેજ, ગોતા તથા ઘાટલોડિયામાં પકવાન ચાર રસ્તાથી કેશવબાગથી માનસી સર્કલથી પકવાન ચાર રસ્તા થઇ સિંધુભવન રોડ તેમજ પકવાન ચાર રસ્તા થઇ થલતેજ ચાર રસ્તા થી ઝાયડસ ચાર રસ્તા થઇ પેલેડીયમ મોલ સર્વીસ રોડ થઇ થલતેજ ચાર રસ્તા સુધી તેમજ રન્નાપાર્કથી પ્રભાતચોકથી ડમરું સર્કલથી કારગીલ પેટ્રોપ પપ થઇ હાઇકોર્ટ થઈ ગોતા ચાર રસ્તા થઇ વૈષ્ણોદેવી સર્કલ થઈ છારોડી તળાવ થઈ ગોતા ચાર રસ્તા તરફના આસ પાસના વિસ્તારમાં ટી.પી.રોડ ઉપર તેમજ ફૂટપાથ ઉપર પાર્ક કરેલા વાહનો (૧) ૦૬-ટુ વ્હીલર્સ, (૨) ૦૮-ફોર વ્હીલર્સ (૩) છત વાળી લારી-૩, (૪) સાદી લારી-૩, (૫) પ્લાસ્ટિકના સ્ટુલ-૩૨, (૬) ટેબલ-૨૧, (૭) લોખંડની એંગલો/લાકડાની વળીયો-૯ (૮) તાડ પતરી-૦૩ (૯) જાહેરાતના બોર્ડ-૩૩ (૧૦) બેનર-પતાકા-૨૯, (૧૧) ખુરશી-૪૭. (૧૨) પરચુરણ સામાન-૧૯૮ તેમજ ઘોડાગાડી જપ્ત કરી ગોડાઉનમાં જમા કરવામાં આવેલ છે. જાહેર રસ્તા પર ગંદકી કરવા નો-હોકિંગ ઝોનમાં લારીઓ મૂકી દબાણ કરવું. નો-પાર્કિંગ ઝોન વ્હીકલ પાર્ક કરવા અંતર્ગત રૂ.૨૨,૫૦૦/- વહીવટી ચાર્જ રૂપે દંડ પેટે વસુલવામાં આવેલ છે.

આમ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં જાહેર રસ્તા, ફૂટપાથ ઉપર ટ્રાફિકને અડચણ થાય તે રીતે પાર્ક કરેલા વાહનો, દબાણ અને બિનઅધિકૃત જાહેરાત દુર કરવાની કાર્યવાહીના ભાગ રૂપે કુલ રૂ.૨૨,૫૦૦/- વહીવટી ચાર્જ રૂપે દંડ પેટે વસુલવામાં આવેલ છે.

આમ, આગામી દિવસોમાં બિન-પરવાનગીએ બનેલા બાંધકામો/ ટી.પી.રસ્તા/ ફૂટપાથ પરના દબાણો/ પાર્કિંગની જગ્યામાં તથા મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં થયેલ દબાણો/ દૂર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર છે.


વસ્ત્રાપુર તળાવના ફરતે દબાણો દૂર કરવાની પ્રસંશનીય કામગીરી કરતું ઉત્તર પશ્ચિમ ઝોન.