અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારના જુના કોટ તેમજ ગામતળ વિસ્તારમાં એકબીજાથી સહીયારી ભીંતથી જોડાયેલ હયાત બાંધકામોમાં મરામત તેમજ સુધારા વધારા અંગેના નિયમોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૯-૧૦-૨૦૦૭ ના રોજ મંજૂર થયેલ ઠરાવમાં ઇમારતોના મરામત તેમજ સુધારા વધારા માટેના નિયમો અને શરતો બનાવેલી છે.
તે નિયમો અને શરતોમાં સ્પષ્ટ જણાવેલ છે કે હયાત બાંધકામના ઉપયોગમાં ફેરફાર કરી શકાશે નહીં. હયાત બાંધકામના ક્ષેત્રફળમાં વધારો કરી શકાશે નહીં એટલે કે હયાત ઊંચાઈમાં વધારો ન કરવો, કુલ માળમાં વધારો ન કરવો. રીપેરીંગ કામ છ માસની સમય મર્યાદામાં પૂરું કરવું અને રીપેરીંગ કામ પૂરું થયેથી દિન ૨૧ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવા બાબતની કાયદાકીય જોગવાઈનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે.
હવે મૂળ વાત ઉપર આવીએ.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગમાં ખાડિયા-૧ વોર્ડમાં જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા તારીખ ૧૪-૫-૨૪ અને ૧૫-૫-૨૪ ના રોજ ફતાશા પોળની સામે, જૈન દેરાસર પાસે, ગાંધીરોડ ખાતેના હાલમાં કાર્યરત બાંધકામમાં કાયદાનો ભંગ કરી રહ્યા હોવા બાબતના અહેવાલો પ્રસિદ્ધ કરી, ભ્રષ્ટ તંત્રની બંધ આંખોને ખોલવાના અથાગ પ્રયત્નો હાથ ધરી રહ્યા છીએ.
હાલમાં કાર્યરત મસમોટા બાંધકામમાં નિયમો અને શરતોનો ભંગ થઈ રહ્યો હોવાની માહિતી મળેલ હોવાથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ કાર્યરત બાંધકામમાં કાયદાનો અમલ કરી, તેને અટકાવવા માટે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા-૧ વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ, ડેપ્યુટી સ્ટેટ ઓફિસર અને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહ સાથે ટેલિફોનિક સંપર્ક સાધી સત્ય જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ કોઈએ ફોન રિસીવ કર્યા ન હતા.
ત્યારબાદ મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય કુમાર ભટ્ટ સાથે ટેલીફોનિક વાત થયેલ હતી. તો તેમણે જણાવેલ કે ડીટેઈલ મને મોકલો, હું જોવડાવી લઉં.
ત્યારબાદ જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા રૂબરૂ ખાડીયા-૧ વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામિતનો સંપર્ક કરી. આ બાંધકામની સત્યતા જાણવા પ્રયાસ હાથ ધરેલ હતો. તો જાણવા મળેલ કે આ બાંધકામને રીપેરીંગ કરવાની રજા ચિઠ્ઠી આપેલ છે, બે માળનું હતું તેમ છતાં ત્રણ માળની મંજૂરી આપેલ છે અને રેસીડેન્સી હતું પરંતુ તેને કોમર્શિયલ મંજૂરી આપવામાં આવેલ હોવાનું વોર્ડ ઇસ્પેક્ટરે જણાવેલ છે.
તો સવાલ એ થાય છે કે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે બહાર પાડેલ ઠરાવના નિયમો અને શરતો મુજબ હયાત બાંધકામના ઉપયોગમાં ફેરફાર કરી શકાય નહીં, ક્ષેત્રફળમાં વધારો કરી શકાય નહીં, ઉંચાઈમાં વધારો કરી શકાય નહીં, માળમાં વધારો કરી શકાય નહીં, તો પછી આ ફતાસા પોળની સામે, ગાંધી રોડ ખાતેના હાલમાં કાર્યરત બાંધકામમાં નિયમો અને શરતોનો ભંગ કરી કયા ભ્રષ્ટ અધિકારી દ્વારા રીપેરીંગની મંજૂરી આપવામાં આવી છે ! તેની વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવાના આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાહોશ કમિશનર થેન્નારસન દ્વારા આપવામાં આવે તેવી સ્થાનિક જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ખાડીયા-૧ અને ખાડિયા-૨ વોર્ડમાં રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી.. આડકતરી રીતે પ્રોટેક્શન આપી… અડીખમ ઊભા રહેલા ગે.કા.બાંધકામોની ફોટોગ્રાફી સાથેના વિસ્તૃત અહેવાલો જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..