Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટરની રહેમનજર હેઠળ રીપેરીંગના ઓથા હેઠળ નિયમ વિરૂદ્ધ પરિપૂર્ણ થયેલ અને ચાલતા અસંખ્ય મસમોટા બાંધકામો !

જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યૂઝ…
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…
તા. ૧૪-૦૫-૨૦૨૪

અમદાવાદ મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના ખાડિયા વોર્ડમાં રીપેરીંગના ઓથા હેઠળ નિયમ વિરુદ્ધ અનેક બાંધકામો ધમધમી રહ્યા છે. આવા નિયમ વિરુદ્ધના બાંધકામોમાં કાયદાનો અમલ થાય તે બાબતે જાગૃત નાગરિકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવે છે. તેમ છતાં ખાડિયા વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર ફાઈલ મંજૂર થયેલ છે, તે બાબતનું રટણ કરી, આડકતરી રીતે નિયમ વિરુદ્ધના બાંધકામોને પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ખાડિયા વોર્ડમાં (૧) ફતાસા પોળ, રાધે ખમણની સામે, જૈન દેરાસર પાસે…(૨) વસંત સિલેક્શન નામની દુકાન, રતનપોળ ખાતે… (૩) અગ્રવાલની ખડકીમાં, રતનપોળ ખાતે…(૪) નાડાવાળી પોળના નાકે, રંગાટી બજાર, ખાડીયા ખાતે..(૫) બેરિંગ બજાર, કડિયા કુઈ, પાચકુવા ખાતે… (૬) પાંચકુવા દરવાજા સામે અસંખ્ય દુકાનો અને ગેરકાયદેસર નિયમ વિરુદ્ધ ભોયરૂ બનાવી રીપેરીંગના ઓથા હેઠળ, બિલ્ડરો/ એન્જિનિયર/માલિકો દ્વારા મકાનો જમીન દોસ્ત કરી, નિયમ વિરુદ્ધના અનેક બાંધકામો પરિપૂર્ણ થયેલા છે. આ પરિપૂર્ણ થયેલા બાંધકામોના બિલ્ડરો/ એન્જિનિયર/માલિકોએ નિયમ મુજબ કોમ્પ્લીસન સર્ટી મેળવવા ફરજિયાત છે, તેમ છતાં મોટા ભાગના મંજૂર થયેલા બાંધકામોમાં કમ્પલીસન સર્ટી મેળવેલ ન હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટરની રહેમ નજર હેઠળ બધકામોનો વપરાશ ચાલુ થઈ ગયેલ હોવાની પણ ચોકાવનારી માહિતી મળેલ છે.

ત્યારે સવાલ એ થાય છે કે આ વોર્ડ ઇન્સ્પેક્ટર ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવતા હોવા છતાં.. તેઓની ઉપરના અધિકારીઓ આસિસ્ટન્ટ ટીડીઓ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કયા કારણોથી આ તમાશો નિહાળી રહ્યા છે. ! તેની તપાસ મધ્ય જોનના ડીવાયએમસી રમ્ય ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવે અને કાયદાનો કડક અમલ કરવામાં આવે… તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે..

ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ઉપરોક્ત જગ્યાએ મંજૂરીના ઓથા હેઠળ કમ્પ્લીસન સર્ટી મેળવ્યા વિનાના જે બાંધકામો પરિપૂર્ણ કરી વપરાશ ચાલુ થયેલા છે તે બાંધકામોમાં મધ્ય ઝોનના ડીવાયએમસી રમ્ય ભટ્ટ કાયદાનો અમલ કરાવવા માટે ક્યારે અને કેવા પ્રકારના આદેશ આપે છે ! તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…


ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટરની રહેમનજર હેઠળ રીપેરીંગના ઓથા હેઠળ નિયમ વિરૂદ્ધ પરિપૂર્ણ થયેલ અને ચાલતા અસંખ્ય મસમોટા બાંધકામો !