જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
આગામી તારીખ ૭-૫-૨૦૨૪ ના રોજ થનારી લોકસભાની ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરવા બાબતે મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને જુદાજુદા મહાજનો તથા માર્કેટના પ્રેસિડન્ટો, સેક્રેટરીઓ તથા કમિટી મેમ્બરો સાથેની મીટીંગ ન્યુ ક્લોથ માર્કેટ, મહાજનના કમિટી રૂમમાં આજ રોજ યોજવામાં આવી હતી.
આ મીટીંગ ની શુભ શરૂઆત મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ભગતે કરી હતી જેમાં તેઓએ આ મીટીંગમાં પધારેલા સૌ પ્રેસિડેન્ટો સેક્રેટરીઓ તથા કમિટી મેમ્બરો અને તેઓના પરિવારો તેમજ આજુબાજુના પાડોશીઓ સો ટકા મતદાન કરે તે બાબતે કાર્યરત રહેવા જણાવેલ હતું.
અને ત્યારબાદ મહેમાન તરીકે પધારેલા અને મતદાન જાગૃતિના મુખ્ય વક્તા શ્રી ભાનુભાઈ ચૌહાણે પણ સુંદર પ્રવચન આપ્યું હતું તેમાં ભારતને નંબર ૧ ઉપર લઈ જવાની સાથે સાથે ભારતને રાષ્ટ્ર મંદિર બનાવવા માટે દરેક નાગરિકને જાગૃત રહેવાની તેઓએ અપીલ કરેલ હતી.
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ