
જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. આર. દેસાઈ તથા સ્ટાફના માણસો ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા, ત્યારે વિમલ હડાત નામનો આરોપી કે જે ડુંગરપુર, રાજસ્થાન ખાતેનો વતની છે. આ આરોપીના કબજામાંથી તેને ચોરેલ અલગ અલગ કંપનીના કુલ ૧૭ નંગ મોબાઈલ કે જેની કિંમત ₹2,37,500 ના મુદ્દા માલ સાથે કબજે કરી. આરોપી વિરુદ્ધ સીઆરપીસી ની કલમ ૪(૧)ડી મુજબ કાર્યવાહી હાથ ધરી. આરોપીને નરોડા પોલીસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ હાથ ધરેલ હતી.
આમ આ રીતે મોબાઈલ ચોરની ધરપકડ થતા જ મોબાઈલ ચોરનાર ટોળકીઓમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો હોવાનું જાણવા મળેલ છે.