Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેમા, દીપુ, રાણી અને રાજુ નામના બુટલેગર થી પ્રજા ત્રસ્ત ! પોલીસ મસ્ત !

જન સમૃદ્ધિ ન્યૂઝ. અમદાવાદ..તા. ૧૪-૩-૨૪

અમદાવાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે દારૂ, સટ્ટો, જુગાર, ચરસ અને ગાંજા જેવી ગેરકાયદેસર ચાલતી બદીઓને દૂર કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. અને આ બદીઓ કાયમી ધોરણે સદંતર બંધ રહે, તે માટે પીસીબી જેવી એજન્સી પણ કાર્યરત છે, તેમ છતાં સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠેર ઠેર અસામાજિક બદીઓ કાર્યરત હોવાની માહિતી જન સમૃદ્ધિ ન્યુઝ ને મળવા પામેલ છે.

સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેમાં નામની બુટલેગર દ્વારા દેશી દારૂ, દીપુ અને રાની દ્વારા સટ્ટો અને દેશી દારૂ તેમજ બીજી અન્ય જગ્યાએ જુગાર, ચરસ અને ગાંજા જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પણ કાર્યરત હોવાની ચોંકાવનારી માહિતી મળેલ છે.

હવે એ જોવાનું રહ્યું કે હમણાં નવી નિમણૂકથી આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરાવે અને કાર્યરત બદીઓને કાયમી ધોરણે દૂર કરાવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

સરદાર નગર વિસ્તારમાં ઠેર ઠેર કાર્યરત અસામાજિક બદીઓનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..


સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેમા, દીપુ, રાણી અને રાજુ નામના બુટલેગર થી પ્રજા ત્રસ્ત ! પોલીસ મસ્ત !