જન સમૃદ્ધિ ન્યૂઝ. અમદાવાદ.
અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા તમામ ઝોનમા પી.એમ સ્વનિધિ યોજના હેઠળ સ્વનિધિ સે સમૃધ્ધિ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
જેમા પી.એમ.સ્વનિધી યોજના હેઠળ લોન મેળવનાર શેરી ફેરીયાઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહી સરકારશ્રીની જુદી જુદી યોજનાઓના લાભ મેળવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે પી.એમ. સ્વનીધિ યોજના અંતર્ગત લોન મેળવનાર શેરી ફેરિયાઓ ની ભારત સરકારના પોર્ટલ ઉપર સોશ્યલ ઈકોનોમિક પ્રોફાઈલ ભર્યા બાદ લાભાર્થી તથા તેમના પરિવારના સભ્યોને તેઓની પાત્રતા અનુસાર ભારત સરકારની જુદી જુદી 08 યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ રેશન કાર્ડ, મકાન તથા અન્ય બાંધકામ કામદારોની નોંધણી, જનાની સુરક્ષા યોજના વિગેરે જેવી યોજનાઓના લાભ સ્વનિધિ સે સમૃધ્ધિ કેમ્પમાં આપવામાં આવે છે.
વધુમાં આધાર કાર્ડ, પોસ્ટ ઓફિસ ને લગતી સેવા, આયુષ્માન કાર્ડ, પી.એમ.સૂર્ય ઘર મફત વીજળી યોજના, મફત આરોગ્ય તપાસ વિગેરે જેવી સેવાઓ પણ કાર્યક્રમ માં આવનાર નાગરિકો ને આપવામાં આવે છે.
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ